________________ 244 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મારા સાથીદારોમાંથી કોઈ ફૂટી ગયે હશે તે ઈત્યાદિ કારણેથી વિક્ષિપ્ત અને ભયગ્રસ્ત બનેલે તે ચોર ઉતાવળમાં ને ઉતાવળમાં ગમે ત્યાં ખાડે છેદીને ધનને દાટી દે છે, પછી જ્યારે ધન લેવા જાય છે, ત્યારે કાં તે સ્થાન નથી મળતું, કાં તે ધનના બદલામાં પત્થરાઓ મળે છે. મતલબ કેચારેલું ધન ખાઈ શકાતું નથી, દાનમાં આપી શકાતું નથી, બીજાઓને ખવડાવી પણ શકાતું નથી, અને જેવું આવે છે તેવું નાશ પામે છે. ત્યારે ચોરી કરનારાઓના માથા પર તે ચારીનું પાપ, ચોરી કરતાં કેટલાકની સાથે લડાઈ-ઝઘડા, વૈર-વિરોધ કર્યો તેનું પાપ, મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યાનું પાપ, માનવતાને કલંકિત કર્યાનું પાપ, અને છેવટે આર્તધ્યાન તથા રોદ્રધ્યાનનું મોટું પાપ માથા પર લટકતું જ હોય છે. આ કારણે જ ચેરી કરવી અનન્તર અને પરમ્પરાએ પણ પાપ જ છે. (22) કૂવા-કૂટતા “એક પાપ, બીજા પાપને આમંત્રણ આપ્યા વિના રહેતું નથી.” આ ન્યાયે, ચરેલા ધનના પોટલા બાંધીને સાથીદારે સાથે વનવગડામાં આવી ગયા પછી, તેના ભાગ કરવામાં કાં તે હાથની ચાલાકી, તેલ માપમાં છેતરપિંડી, હિસાબ-કિતાબમાં ગોટાળા, અને છેવટે કમભાગ્યની ઘડી આવી જાય તે પરસ્પર ધારિયા, ડંડા કે બંદુકની ગેળીઓની રમઝટ જામ્યા વિના રહેતી નથી. (22) કુમલી-કુલમથી પોતાના ખાનદાનીને, કુળ પરંપરાને પણ કલંક લગાડવાનું કારણ ચેરી છે. જેના પાપે