________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 237 (32) છેવટે આ ચાલુ ભવના ચેરીકમના કુસંસ્કારે ભવભવમાં સાથીદાર બને છે અને પ્રત્યેક ભવમાં તે સંસ્કારોને પ્રવાહ વધતું જ રહે છે. પરિણામે ચોરને અંત સમય પણ દુઃખદાયી, દયાપાત્ર અને ધૃણાજનક જ હોય છે. ઉપર પ્રમાણે ત્રીજા આશ્રવનું સ્વરૂપ દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે. હવે તેના પર્યાયે કહેવામાં આવે છે. અદત્તાદાન શબ્દના પર્યાયે કેટલા છે? પર્યાયે એટલે નામાન્તર, અદત્તાદાનને અર્થ ચેરી કરવી તે છે, પણ આ અર્થને ક્યા ક્યા શબ્દોથી કહેવું? તે પર્યા છે, જેની સંખ્યા 30 ની છે. - 2. વોરિ-માલિકની પરવાનગી (રજા) વિના તેમની કઈ પણ વસ્તુ ચેરવી તે ચેર માણસ જ તેવું કરી શકે છે. જેઓ પૂર્વભવના તેવા જ સંસ્કાર લઈને જન્મ્યા હોય છે, જેથી બીજાનું દ્રવ્ય હરણ કર્યા વિના તેમને બીજા એકેય કામમાં આનન્દ આવતું નથી. 2. ર૬-હાથ–પગ-આંખ કે બેલવાની ચાલાકીવડે બીજા પાસેથી વસ્તુ પડાવી લેવી, અથવા તેમના ભેળપણને લાભ લઈ, અથવા ધર્મના નામે તેમને વિશ્વાસમાં લઈ તેમનું ધન, વસ્ત્ર, છત્રી, પિન, ઘડિયાળ, ચશમાં, ચંપલ, મનીબેગ વગેરે પડાવી લેવી તે પરહુત કહેવાય છે. રૂ. સત્ત-તૃણથી લઈ મૂલ્યવાન વસ્તુ, જે કેઈની દીધેલ નથી તે અદત્ત છે.