________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 233 (9) કાળવિસમસંસિય... ચેરી કરનારા માણસોને ચોરી કરવાનો સમય રાતને હોય છે તથા જગલમાં તેમને વાસ છે. મતલબ કે અમારા પાપ પકડાઈ ન જાય તે ભયથી તેઓ નિર્જન સ્થાનમાં રાતવાસો કરે છે અને અવસર જોઈને ચારપગલે ગામમાં આવે છે, તથા નક્કી કરેલા મકાનમાં ખાતર પાડે છે. આ કારણે કહેવાયું છે કે, ચેરી જારી કરનારાઓ રાતભર જાગતા રહે છે અને દિવસે અઘરીની જેમ ઊંઘે છે. (10) અત્યંત નિકૃષ્ટતમ પાપદયના કારણે જે માનની વિષયવાસના તૃપ્ત થતી નથી અથવા તેની પૂર્તિ માટે ખેરાક આદિના અભાવને પૂર્ણ કરવા માટે પણ નરક તરફ પ્રસ્થાન કરાવનારી ચેરી કરવાના કામે કરે છે. માટે જ અતૃપ્ત વાસના અદત્તાદાનને પ્રેત્સાહન કરનાર છે નેકરી કરતાં પગાર ટૂંક હેય, આમદાની ઓછી હોય, સાથેસાથ ઈન્દ્રિયના ભેગવટાની વાસના પણ તીવ્ર હોય ત્યારે દ્રવ્ય વિના ચાલતું નથી. આ કારણે જ્યાં હાથ લાગે, ફાવટ આવે ત્યાં ચોરી કર્યા વિના છુટકો નથી. (11) જેની હાથચાલાકી કે વાચાળતા ચૌર્યકર્મમાં કારણ બને છે તેમના ભાગ્યમાં અપજસ જ શેષ રહે છે. * (12) ચેરી કરનારનું માનસિક જીવન અનાર્યને પામેલું હોવાથી તેને વ્યવહાર પણ અનાર્યસ્વરૂપ બને છે. (13) પારકા મકાનમાં ક્યા માર્ગે જવું જેથી તેની માલમતા પણ હાથ લાગી જાય અને કેઈને ખબર પણ પડવા ન પામે. આવા અધ્યવસાયે ચોરના હોય છે.