________________ 228 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માલિક આપણને પાણીની ડોલ ભરીને ભલે આપે, પણ તેમાં રહેલા જીવો પણ મરવા નથી માંગતા હોવાથી તેને ઉપયોગ જીવ અદત્ત કહેવાય છે. ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ચેરી (અદત્ત)ને ત્યાગ, સમિતિ-ગુપ્તિને ધારક, ગુરુ આજ્ઞામાં સમર્પિત થયેલે જૈન મુનિ આજે પણ કરી રહ્યો છે. ગમે તેવી ભૂખ લાગી હૉય કે તરસ લાગી હોય તે પણ તે કાચા કે પાકા ફળને તેડને નથી, તેને સ્પર્શ પણ કરતું નથી, તેમ વાવડી, નળ–તળાવ આદિના સચિત્ત પાણને સ્પર્શ પણ કરતા નથી. - જૈન મુનિથી ઉતરતે બાર વ્રતધારી શ્રાવક હોય છે. યદ્યપિ અદત્તાદાનને સપૂર્ણ ત્યાગ તેમણે કર્યો હેતું નથી, તે પણ તે પાપ જ છે, તેવી સમજણ રાખીને ઉપરની ચારે પ્રકારની કચેરીને ત્યાગ તેનાથી થઈ શકતું નથી. તે પણ યથા શક્ય અને યથા પરિમાણ તેને ત્યાગે છે, ત્યાગવાની ભાવના રાખે છે. આનાથી ઉતરતાં વ્રત વિનાના સમ્યગદષ્ટિ જીવે છે, તેઓએ યદ્યપિ સૂક્ષ્મ કે સ્થળ અદત્તાદાનને ત્યાગ કર્યો નથી, પરંતુ તેમના હૃદય મંદિરમાં સમ્યકત્વને પ્રકાશ થયેલ હોવાથી અદત્તાદાન કેને કહેવાય? તેની સમજણ બરાબર લીધેલી હેવાથી, ગમે ત્યારે પણ ચારિત્ર મેહનીય કર્મ ઢીલું પડશે અને એક દિવસ આવે પણ આવશે કે ચૌર્ય કર્મને ત્યાગ આસાનીથી કરી લેશે.