________________ ત્રીજો અધ્યાય : ત્રીજો વર્ગ “અદત્તાદાન? બીજા અધ્યાયમાં મૃષાવાદ સંબંધીનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે ત્રીજા અધ્યાયમાં અદત્તાદાનનું વિવેચન કરવામાં આવશે. કેમકે જેઓ અદત્તાદાની (ચાર) છે, તે લગભગ મૃષાવાદી (જૂઠા બેલા) જ હોય છે, તેથી મૃષાવાદ પછી ક્રમથી અદત્તાદાનનું પ્રકરણ ઉચિત છે. ' ' “દત્ત” એટલે આપેલું અને “અદત્ત” એટલે નહિ આપેલું. નાની કે મેટી, સચિત્ત કે અચિત્ત, વસ્તુને માલિક જે હોય તેની રજા સિવાય, પૂછડ્યા સિવાય કે તેને અંધારામાં રાખીને લઈ લેવી તેને અદત્તાદાન કહેવાય છે. સારાંશ કેવસ આભૂષણ, પુસ્તક, મકાન, મકાનની જમીન, ખેતર, સ્ત્રી કે પુત્રી (કન્યા-વિધવા-સધવા) વગેરેના માલિકે નહિ આપેલી હોય તેનું છેતરપીંડીથી, વિશ્વાસઘાતથી ગ્રહણ કરવું, પચાવી લેવું તે અદત્તાદાન છે જેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે - (1) તીર્થકર અદત્ત જે વ્યવહારમાં, વ્યાપારમાં, ખાવામાં કે રહેણીકરણીમાં તીર્થંકર પરમાત્માની આજ્ઞા ન હોય તેવા કાર્યો કરવામાં તીર્થકર સંબંધી અદત્તાદાન લાગે છે.