________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 225 (4) તે માટે કરેડાધિપતિ કે સત્તાધારી ન બનવા પામું. કેમકે સ્વયં રોગગ્રસ્ત માનવ બીજાને રેગમુક્ત, ભયગ્રસ્ત માનવ બીજાને ભયમુક્ત બનાવી શકવા સમર્થ નથી હેતે. પરંતુ સંસારને ત્યાગી તેમના કરતાં પણ કરેડેગણું સંસારને સુખી બનાવે છે. માટે હું પોતે સંયમ ગ્રહણ કરી ઉત્કૃષ્ટ તપનું આરાધન કરી તેવા પ્રકારની શક્તિને પ્રાપ્ત કરૂં જેથી ઘણા જીને સંસારમુક્ત બનાવી શકું. (5) ઉપર પ્રમાણેની ભાવદયાથી ઓતપ્રેત બનેલા અને પરજીની દયા ખાઈને તપધર્મની આરાધનાથી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. આ કારણે જે પવિત્રાનુષ્ઠાનના મૂળમાં જ પવિત્રતમ ભાવ રહેલું હોય તેના ફળ પણ પવિત્ર જ હેય તે સ્વાભાવિક છે. આ કારણે ત્રીજા ભવે આરાધેલા વીશ સ્થાનકેના બળે ક્ષત્રિયકુળ જેવા પવિત્રોત્તમ રાજવંશી કુળમાં જન્મ લે છે, ભેગ સામગ્રીને ત્યાગ કરે છે, સંયમ સ્વીકારે છે, તપ કરે છે અને ઘાતકર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવે છે. તે સમયે જ તેમને તીર્થકરપદની પ્રાપ્તિ થતાં દેવેન્દ્રોના, અસુરેન્દ્રોના સ્થિર આસને પણ કંપી ઉઠે છે. અને તેઓ આવે છે, કેવળજ્ઞાનને મહોત્સવ કરે છે. આ પ્રમાણે જેમના જીવનમાં રાગ નથી, દ્વેષ નથી, મેહ નથી, માયા નથી, તેમ તેમના ચિહ્નો પણું નથી, તેવા પરમાત્માએ જીવ માત્રને ઉપદેશ આપતાં કહે છે કે, “હે ભાગ્યશાળીઓ! તમે જૂઠ બોલવાનું બંધ કરે, કેમકે તેના જેવું ભયંકર પાપ બીજું નથી.” મૃષાવાદને બીજે વર્ગ પૂર્ણ...