________________ 222 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેની ભયંકર યાતનાઓ, દુઃખે, સંતાપ પીડાએ જ તેમના ભાગ્યનો ફળાદેશ છે. પૂર્વભવના મૃષા વાદના દુખેથી સંતપ્ત બનેલા તેઓ ફરી ફરીથી જૂઠ બેલના માર્ગે જ જતા હોય છે. મૃષાવાદને ઉપસંહાર: મૃષાવાદથી આત્મા કેવી રીતે ભારે બને છે અને ચારે ગતિઓમાં ભ્રમણ કરતે કેવાં દુઃખે ભગવે છે, તે જાણ લીધા પછી હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં સૂત્રકાર ફરમાવે છે કે-આ અલીક વચન અર્થાત્ જૂઠ બોલવારૂપ અસત્ય ભાષણ આ લેક તથા પરલોકને બગાડનારૂં છે. વર્તમાનમાં જે ભવમાં હોઈએ તેને આ લેક અને મૃત્યુ પામીને જ્યાં જઈએ તે પરલેક છે. મૃષાવાદી જીવ ચાલુ ભવમાં જે દુખે અને મર્યા પછી નરકગતિ અને તિર્યંચગતિના દુખોને જે રીતે ભગવે છે તે કહેવાઈ ગઈ વાતને ફરીથી સૂત્રકાર કહી રહ્યાં છે. પાપના ફળને વારંવાર કહેવાથી, વાંચવાથી, પાપભીરુતા પ્રાપ્ત થાય છે, જેથી માનવને ખ્યાલ આવે કે મૃષાવાદ” જેવું ભયંકર પાપ બીજું નથી. ભેગવાતા સુખમાં સરવૈયું કાઢતાં પછી, એટલે મૃષાવાદ બોલ્યા તે પછીના કાળમાં, દુખની પરમ્પરા સર્જાતી હોય તે તે સુખે અને તેને ભેગવટા પણ ખેત્પાદક હોવાથી દુઃખ જ છે, માટે મૃષાવાદ સુખ રાહત છે, અને દુખત્પાદક વર્ધક અને પરમ્પરક છે. ચારે તરફથી ભય સંજ્ઞાને ઉત્પાદક છે. કેમકેતેવાઓ ચારે તરફ ભયના માર્યા વારંવાર જોયા કરે છે અને