________________ 220 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચારે તરફ ગંદકીથી ત્રાસજનક હોય છે. ખાનદાન અને સજજન મિત્રે તેમનાં ભાગ્યમાં હોતા નથી. કઢ, ખણજ, ચામડી તથા લેહીના રેગિષ્ટ હોય છે, તેથી શરીરને આકાર બેડોળ, ચાલ ખરાબ, બેલવામાં કડવા, લડાઈ-ઝઘડા, વૈરવિરોધ કરવામાં–વધારવામાં અને તડ ને ફડ કરવામાં અગ્રેસર હોય છે. ભાઈ-ભાંડુઓથી પાકી દુશ્મનાવટ અને પેટ ભરાય તેટલી આમદાની ન હોવાથી રાત-દિવસ, સંસારની ભઠ્ઠીમાં તપાઈ ગયેલા હોય છે. તેમનાં મન, બુદ્ધિ અને ઈન્દ્રિયે પાપ માર્ગે જ જવાની આદતવાળી હોય છે. તેજ, એ જ, વર્ચસ્વ, યશ વિનાના હોય છે. શરીર અને આત્માના સારા સંસ્કારોથી હીને લેવાથી, તેમના શરીર, શ્વાસ અને વસ્ત્રો પણ દુર્ગધ મારતા હોય છે, તેમના એકેય કાર્યમાં કે બોલવામાં પણ ચેતના દેખાતી નથી. ઉત્સાહ મરી પરવાર્યો હોય છે. એક ઈંચ જેટલે પણ વરસાદ પડે તે સૂવા, ઉઠવા, બેસવા કે રસોઈ બનાવવા માટે એક ઇંચની જમીન પણ તેમની પાસે હતી નથી. કદાચ આગ લાગે તે સૌથી પહેલા આવા પૂર્વભવના વધારે પડતાં પાપ કર્મીઓના જ ઝુંપડા બળી જતા વાર લાગતી નથી. બાલ બચ્ચા અને સ્ત્રીઓને માટે ખોરાક, વસ્ત્રો અને મૃત્યુના સમયે ઔષધને અભાવ હોવાથી રીબાતાં રીબાતાં મરવાનું ભાગ્યમાં લખાયેલું છે. દીન-દુઃખી અને અનાથ હોવાથી તેમની ભાષા લખી-કઠોર અને કર્કશ હોય છે. માટે ક્યાંય બેસી શકવાની પણ લાયકાતવાળા હોતા નથી. સૌ કોઈના અપમાન અને સીપાહીઓના માર ખાતા જ રહે છે. નિરક્ષર હેવાથી જ્ઞાન-વિજ્ઞાન