________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 219 બેલવાનું પાપ અને તેના ફળને (વિપાકને) જાણતાં ન હેવાથી નરક તથા તિર્યંચગતિરૂપ દુર્ગતિમાં પરિભ્રમણ કરનારા હોય છે જ્યાં અસહ્ય, ભયંકર, મોટા અને નિરંતર એટલે લાંબા કાળ સુધીના દુઃખને ભેગવવાના હોય છે. પૃથ્વી-પાણ-અગ્નિ અને વાયુકાયમાં સંખ્યાત તથા અસંખ્યાત કાળ, વનસ્પતિમાં અનંતકાળ, તિર્યંચમાં પલ્યોપમ અને નરક ગતિમાં સાગરેપમો જેટલે સમય વ્યતીત કરવાને અનિવાર્ય છે. અસત્ય ભાષણ કરનારે જીવ પોતાના સહવાસમાં આવનારાઓ સાથે વૈર-વિરોધ, કલેશ અને કંકાસપૂર્વકના કર્મોનું બંધન કરતે હેવાથી ભવભવાન્તરમાં પણ ફરી ફરીથી તેવા જ સંસ્કારોની પ્રાપ્તિ તેમને થતી રહે છે, જે ભવપરંપરા વધ્યા વિના રહેતી નથી. ફળસ્વરૂપે દુર્ગતિમાં અથડાતાં, પરમાધામીઓના ડંડા ખાતાં. ફરીથી કેઈક સમયે માનવાવતાર મેળવવાને માટે ભાગ્યશાળી બને તે પણ, પૂર્વભવના અસત્યજનિત પાપના કારણે પણ સારા ચાસેથી તેઓ વંચિત જ રહેવા પામે છે. તે આ પ્રમાણે -નીચ જાતિ, દરિદ્ર કુળ અને ગરીબના ઘેર જન્મે છે. કમાણ- નેકરીના અભાવે તેમની દશા સારી હોતી નથી. ત્રણ સાંધે અને તેર તૂટે તેવી દરિદ્રતાના જ તેઓ માલિક હોય છે, માટે આજીવન પરાધીનતા તેમના ભાગ્યમાં લખાયેલી છે. સંપત્તિ-સુખ-સમાધિથી દૂર ને દૂર જ રહે છે, જમે ત્યારથી જૂદી જૂદી જાતની બીમારીઓ તેમના ગળે વળગેલી જ હોય છે. રહેવાના મકાને સાવ ટૂંકા, બેન બેટીઓની મર્યાદા પણ ન સચવાય તેવા, અને