________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 221 સમજણ અને બુદ્ધિ વિનાના જડભરત જેવા હોય છે. મૂંગા અને બહેરા પણ હોય છે. કાળી મજૂરી કરતાં તેમના શરીરના રંગ-રૂપ પણ રીસાઈ ગયેલા હોય છે. આંખે બેડોળ, કપાળ ખરાબ અને ચહેરે ન ગમે તે હોય છે. જાતિકૂળ અને ગેત્ર હીન હોવાથી ક્યાંય પણ વિશ્વસનીય બનતાં નથી. નીચ અને હલકી જાતના માણસો સાથે જ તેમનું ઉઠવું, બેસવું અને ખાવા-પીવાનું હોવાથી સર્વત્ર નિદાને પાત્ર બને છે. બીજાએને ત્યાં જાડુ કાઢવાનું, વાસણ માંજવાનું, લુગડાં ધોવાનું, ગંદી ગલીઓને સાફ કરવાનું, સંડાસ અને બાથરૂમને છેવાનું આદિ કાર્યો કરવાના તેમના નસીબમાં હોય છે. ધર્મ-મંદિરસંગીત મંડળી કે સાધુ સંતેના ઓટલા તેમને પ્રાપ્ત થતાં નથી. ધર્મબુદ્ધિથી વિકલ હોવાથી ધર્મની એકેય મર્યાદા તેમના જીવનમાં આવતી નથી. ગત ભવેના પાપને ભેગવતાં તેઓ રાતને દિવસ નિસાસા નાખતાં અપમાન, નિંદા, તિરસ્કાર આદિની માનસિક યાતનાઓથી તેઓ બહાર આવી શકતાં નથી. ગુરુ, સ્વજન, ભાઈ-ભાંડુ અને મિત્રોથી અનાદરવાળા હોય છે. ગમે ત્યાં અને ગમે તેણે ધાડ પાડી હોય તે પણ સિપાહીઓ તેમને જ સૌથી પહેલાં અટકમાં લઈ લે છે, ત્યાં ઠંડા-ઉંટરના માર ખાધા પછી જેલમાં રહેવાનું પણ શક્ય બને છે. હૃદય અને મન સંતપ્ત રહે છે. મનગમતા ભેજન, પીવાના ઠંડા પાણી, સારા વસ્ત્રો તેમના ભાગ્યમાં ક્યાંથી હોય? જેને ત્યાં નેકરી કરે છે તે શેઠની, ઓફીસરની, હાજરી ભરવાવાળા જમાદારની ગંદી અને હલકી ભાષા જ સાંભળવાની રહે છે.