________________ 218 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જન્મ લેનારાના જણાનુબંધન જ કારણ છે. અમુક સમયમાં ગેહુ, બીજા સમયમાં બાજરીના વાવેતરમાં કાળદ્રવ્ય કામ કરી રહ્યું છે. ઈત્યાદિ પ્રસંગમાં કર્મ સત્તા જ બળવાન હોવાથી પૂર્વભવમાં જેવા જેવા પ્રકારના કર્મો ઉપાર્જિત કર્યા છે, તેને ફળે પણ તેવા જ અને તેવી રીતે ભેગવવાના મળે છે. પુરૂષોત્તમ રામચંદ્રજીની ધર્મપત્ની સીતાજીને રાવણ શા માટે ઉપાડી ગયા? રાવણને બુદ્ધિ શા માટે થઈ? સીતાજી જેવી રૂપવતી બીજી સ્ત્રીઓ ઘણુ હતી છતાં સીતાજીને ઉપાડી જવાનું કારણ? રાવણ અને સીતાજીના પ્રારબ્ધ કર્મો કેણે ઘડ્યાં? શા માટે ઘડ્યાં? આ અને આના જેવા બીજા પ્રશ્નોના જવાબે જૈન અને જૈનેતર મહર્ષિઓનાં એક જ છે અને તે પૂર્વોપાર્જિત કર્મો. બીજા બધાય પાપમાં અસત્ય ભાષણ, વ્યવહાર, વ્યાપાર પણ મોટું અને સત્તાવાહક પાપ છે, તેનાથી બંધાતા અશુભ કર્મોના ફળ જીવવિશેષને પણ ભગવ્યા વિના બીજે માર્ગ નથી. હવે વિસ્તારપૂર્વક તેના ફળો કહેવામાં આવે છે, જેનું પ્રત્યક્ષીકરણ સંસારના જીવાત્માઓ પર દષ્ટિપાત કરતાં થઈ જાય છે. સૂત્રાનુસારે મૃષાવાદનું ફળ શું છે? અરિહંત પરમાત્માએ કહ્યું કે, સંસારવત કેટલાક અજ્ઞાની, મિથ્યાજ્ઞાની અને ભ્રમણાની જીવાત્માઓ અસત્ય