________________ 216 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરી જય મેળવી શકે. બળદગાડાઓને ચલાવતા કેમ નથી? બીજા વાહનને પણ પડ્યા કેમ રાખે છે? જઈ, વિવાહ અને યજ્ઞાદિ અનુષ્ઠાને, કરણ, નક્ષત્ર અને તિથિએ સારી જોઈને કરજે, સારા જોષી પાસે મુહૂર્ત કઢાવશે, નવી આવેલી વહુને આજે સ્નાન કરાવી લો, જેથી સંતતિ પરંપરાની સુલભતા રહેશે. સુવાવડીને પણ આજે સ્નાન કરાવજે, આવા પ્રસંગે લાડવા, ખાજા બનાવજે, સાથે સાથે બીજી પણ ખાવા-પીવાની વસ્તુઓ મેળવજો જેથી મહેમાનોને મજા આવશે. સૌભાગ્ય અને દષ્ટિદેષના નિવારણ માટે રક્ષાપિટલી, દેરાધાગારૂપકૌતુક ઔષધિ અને મંત્રોથી મંત્રિત જળવડે સ્નાન કરાવે, હેમ કરાવો. ગ્રહણને દિવસ આવે ત્યારે, પુત્ર-પુત્રીઓ, આત્મીય માણસ, દાસ-દાસીઓ તથા પિતાના સુખને ખોટા સ્વપ્નાઓ આવે ત્યારે મંત્રિત પાણી વડે સ્નાન કરજે, પિતાને મસ્તકના પ્રતિનિધિરૂપે લેટના મસ્તક બનાવે અને મહાકાળી આદિ દેવીઓને બલિદાન આપે. જરૂર પડે તે પશુઓના માથા પણ ચડાવે, જૂદી જૂદી ઔષધિઓ, મદ્યમાંસના ભેજને, માળાઓ, પુપિ, દીપ તથા ધૂપદાનાથી દેવીને પૂજે. ધૂમકેતુ ઉત્પાત-દુઃસ્વપ્ન–અશુભ શુકુન, ક્રૂર ગ્રહની દશા, ગોચરની અશુદ્ધિ, આદિ અમંગળને શાંત કરવા માટે હિંસાના માર્ગો સ્વીકારવા જોઈએ, સૌ ભૂખે મરે, નેકરી વિનાના થઈ જાય તે સારું જેથી કેઈને દાન આપવું ન પડે. તે દુષ્ટ માણસને તમે માર્યો તે ઠીક કર્યું, તે કુટુંબને તમે પાયમાલ કર્યું, તેમાં કંઈ પણ છેટું થયું નથી.”