________________ ગ, પાપી કરીને મત વિનાના 214 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખુશ કેવી રીતે કરવા? અથવા લેવા દેવા વિનાની પારકી ખુશામત કરવામાં જ તેઓ મશગુલ હોય છે. પિતાના જીવન નમાં ધાર્મિક સંસ્કારે લઈ શકાય તેટલી અનુકુળતા હેવા છતાં પણ તેમને આમાં રસ હોતે નથી અને જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ પાપ, પાપી ભાષા, વિવેક વિનાનું જીવન, અસભ્ય વ્યવહાર, અપમાન સહન કરીને પણ પારકાઓની ભાંજગડ કરવાની ટેવ, આ રીતે મનુષ્યાવતારની કિંમત વિનાના માણસનું જીવન કેવળ પારકાઓને રાજી રાખવા માટેનું હોવાથી, “મુખમસ્તિ વક્તવ્યં” મેટું છે તે બોલવું જોઈએ, તેવા પ્રકારની ઉધી ગણત્રીના કારણે પરિણામને વિચાર કર્યા વિના જ બેલ્યા કરે છે. પાપને ખ્યાલ કર્યા વિના જ તેઓ કહે છે “તમે તમારા ઉંટોને, બળદોને તથા રેઝ નામના જાનવરોને સારી રીતે ચલાવવાનું શિખવે, જેથી તમારી કમાઈ વધે, પૈસાદાર થવું હોય તે જુવાનીમાં આવેલા ઘડા-હાથી-ઘેટાં-કૂકડા આદિને ખરીદો અને બીજાઓ પાસે ખરીદી કરાવે, સમય આવ્યે તેમની કિંમત ઘણું વધી જશે. ચોખાને ભંડાર ભર્યો છે તો રાંધી-રાંધીને ખાતા કેમ નથી ? ઘરમાં આવેલા મહેમાનોને માંસ વગેરે પીરસતા કેમ નથી? સાથે શરાબમદિરા પણ પરસે તેમને પીવડાવે અને તમે પણ પીવે, તમારા નેકરને આમ બેસાડી કેમ રાખ્યા છે તેઓ આળસુનો પીર થઈ જાય તે પહેલા તેમને કામ ઉપર કામ ચીંધતા જ રહે. દાસી–દાસ, મૃત્ય–ભાગીદાર, શિષ્ય–પ્રેષ્ય,