________________ 98 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગતિમાં પરસ્પરમારકાટ કરીને જીવનયાપન કરે છે. જ્યાં સુધી નરકાયુષ્યની બેડીને છેલ્લે સમય ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી બહાર નીકળી શકતા નથી અને ચારે નિકાયના દેવ-દેવેન્દ્રો ભેગા મળીને પણ તેમને બહાર કાઢવા માટે સમર્થ બની શક્તા નથી. મનુષ્યાવતારમાં પાંચે ઈન્દ્રિયેના ત્રેવીસ વિષયના ભેગવટામાં મદમસ્ત બનીને કોધાંધ, મદાંધ, માયાંધ અને લેભાંધ બની અગણિત માન, પશુઓ અને પંખીઓને જેઓએ મોતને ઘાટ ઉતાર્યા છે, માર્યા છે, કાપ્યા-કપાવ્યા છે, રેવડાડ્યા અને ભૂખે માર્યા છે, તેમને ઘરબાર વિનાના કરાવ્યા છે, પુત્ર-પુત્રીઓથી જુદા કરાવ્યા છે, કલેશ-કંકાસમાં ફસાવ્યા છે. આ પ્રમાણે સંખ્યાત-અસંખ્યાત છે સાથે વેરાનુબંધમાં બંધાયેલા છે નરક ભૂમિમાં જન્મે છે. વૈરાનુબંધ પરસ્પર હોવાથી તે નારકે એક સમયે ઘાતક-મારક, તે બીજા સમયે ઘાય-માર્ય બનીને આયુષ્યની પૂર્ણાહુતિ સુધી અસહ્ય દુઃખને ભેગવે છે. ચારે બાજુથી પ્રાપ્ત થતાં ભયના માર્યા તથા ત્યાંની ક્ષેત્રવેદનાઓથી ત્રસ્ત બનીને તેઓ સુખગતવા માટે, છાયા શોધવા માટે, ખાવા-પીવા માટે કંઈક વિશ્રામ લેવા માટે તથા પાણીને માટે ભયંકર વનવગડામાં ચારે તરફ દોડધામ કરે છે અને જ્યારે સામેથી બીજા નારક અને આવતાં જુએ છે ત્યારે વિર્ભાગજ્ઞાન દ્વારા ખબર પડતાં જ ઉપર પ્રમાણેની સુખની ઝંખનાને ભૂલીને લડવા-ઝઘડવા લાગી જાય છે. બેમાંથી જેમનું વૈર વધારે તાકાતવાળું હશે તેના