________________ -શ્રી સર્વજ્ઞાય નમઃ પ્રથમ રકધ : વર્ગ બીજો બીજું અધ્યયન પ્રાણાતિપાત આશ્રવ દ્વારને કહ્યા પછી મૃષાવાદ નામના બીજા આશ્રવને પાંચ દ્વારમાં કહેવાશે. તે આ પ્રમાણે - (1) મૃષાવાદરૂપ આશ્રદ્વાર કેવું છે? એટલે કે મૃષાવાદી માનવના સ્વભાવે કેવા અને કેટલા પ્રકારે હોય છે? (2) મૃષાવાદના પર્યાયે (જુદા જુદા નામે) કેટલા છે? (3) મન્દ-તીવ્ર આદિ પરિણામોને લઈ તેનું સેવન ક્યાં ક્યાં કરાય છે? (4) મૃષાવાદના ફળે કેવા હોય છે? (5) ક્યા ક્યા પાપી જીવ મૃષાવાદી હોય છે? ઉપરના પાંચ પ્રકારે મૃષાવાદનું વિવેચન આ અધ્યાયમાં કરાશે. મૃષા એટલે મિથ્યા અને વાદ એટલે બેલવું, તેને મૃષાવાદ કહેવાય છે. તેનું આચરણ કરનાર એટલે કે જેમના જીવનના અણુઅણુમાં જૂઠ બેલવું, જેને જૂઠો વ્યાપાર અને જૂઠો વ્યવહાર હોય છે, તેમની પ્રવૃત્તિ અને વૃત્તિમાં કેવી રીતે કયાં ક્યાં ફરક પડે છે, ચહેરાના તથા આંખના રંગમાં