________________ 130 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વૃત્તિઓના કારણે તેમનું પ્રચ્છન્ન એટલે સ્વાર્થ સાધવા માટે ગુપ્ત રહેલે કે રાખેલે મૃષાવાદ અને મૃષા વ્યવહાર જ તેમને તથા તેમના પરિશ્રમને કલંકિત બનાવતું હોવાથી તેમના ભાગ્યમાં ઘણું ઘણું કરવા છતાં પણ અપજસ અને અપકીર્તિ જ શેષ રહે છે. મળેલા અપસના મૂળ કારણમાં પૂર્વ ભવના પુણ્યકર્મની કચાસને બેતવા જવા કરતાં, વર્તમાન જીવનની મૃષાવાદિતા જ મુખ્ય કારણ છે. તેને તમે જાણે અને ભૂતકાળને રેવા બેસવા કરતાં ચાલુ જીવનના દુર્ગુણોને હાસ થાય-ક્ષય થાય તે પ્રયત્ન જ કરવાનો પ્રારંભ કરે હિતાવહ છે. માન્યું કે અપયશ નામકર્મના કારણે પણ અપયશ મળે છે, તે પણ આટલું જાણવાનું જ રહેશે કે તે કર્મોને ઉદયમાં લાવવામાં આ ભવના ગંદા કાર્યો, અપ્રમા ણક પ્રવૃત્તિ, મિથ્યાભિમાન આદિની ઉદીરણું જ કારણભૂત છે. (5) વૈરકારક –અસત્ય ભાષણ શા કારણે કરવામાં આવે છે? જવાબમાં કહેવાયું કે, “વોટ્ટા વા ઢોટા at મયા વા હાલા વા” જીવનમાં મિથ્યાત્વનું જોર હોય છે, ત્યારે ક્રોધ, લેભ, ભત્પાદક કાર્યો તથા હાસ્ય-મશ્કરી આદિને ત્યાગ લગભગ અશક્ય છે, તેવી સ્થિતિમાં ક્રોધી, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરો માણસ બીજાઓની સાથે વેર-ઝેર, વિરોધ, લડાઈ-ઝઘડા કર્યા વિના કઈ રીતે રહી શકશે? આ કારણે જ દેવાધિદેવે કહ્યું કે, અસત્ય ભાષણ, મૃષાવાદના કારણે સગી માવડી કે પત્ની સાથે પણ વર બંધાઈ જતું હોય તે બીજા જી સાથે તેની મિત્રતા સ્થિર રહેવાની શક્યતા કયાંથી