________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 197 હતી કે નહિ? બીજા ટૂકડામાંથી આકાશ થયું, પૃથ્વી પરથી મનુષ્યાદિ થયા. તે બધાય કયાંય છુપાઈ ગયા હશે? કે નવા ઉત્પન્ન થયા ? ગાઢ અંધકારથી વ્યાપ્ત સમુદ્રમાં વિષ્ણુ શા માટે તપ કરતાં હતાં? તેના માટે તપ કરતા હશે? તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને તેમને આઠ જગન્માતાઓ બનાવી, અને તેમનાથી ચરાચર સંસાર થયે, પણ તે જોગમાયાઓ પરણેલી હતી? કે કુંવારી હતી? પરણેલીને તે તમે માનતા નથી, તે શું તમારા શાસ્ત્રોમાં કુંવારી કન્યાઓ પુત્રને જન્મ દે છે? પૃથ્વી વગેરે હતી જ નહિ તે પછી વિષ્ણુ, બ્રહ્મા અને પુત્રવતી બનેલી પહેલી કુંવારી જગન્માતાઓ ક્યાં ઉભા રહ્યાં હશે? વિષ્ણુએ તપ કર્યું તેનો અર્થ એટલે જ છે કે તે પોતે અધુરા રહેવાથી હજી ભગવપદ મેળવ્યું નથી, કેમકે ભગવાન તે નિરંજન નિરાકાર હોય છે અર્થાત્ આકાર વિનાના હોવાથી હાથ આદિ તેમને હોય જ નહિ, તે પછી પાંચ ભૂતને ભેગા કઈ રીતે કર્યો હશે? તેવી સ્થિતિમાં દિતિ જગન્માતાએ દૈત્યોને, અદિતિએ આદિત્યને, મનુએ મનુષ્યને શી રીતે જન્મ આપ્યું હશે ? જગન્માતાઓના જન્મ પહેલા પાંચ ભૂત હતાં જ નહિ...ત્યારે ચાર પગા-ગાયે, ભેસે ઉંટ, હાથીઓ તથા મોટા મોટા તેતિગ આંબલીના ઝાડે, આંબા, વડ અને પીપળાના ઝાડે તે બિચારી જગન્માતાઓની કુક્ષિમાં કઈ રીતે રહ્યાં હશે? અને જન્મ સમયે તેમની દશા કેવી થઈ હશે? તે સમયે બ્રહ્માજીને દયા આવી હશે? ઉપર પ્રમાણેના પ્રશ્નો અને તેના જવાબો બાળચેષ્ટિતને જ સિદ્ધ