________________ 196 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બાળક અને નિરક્ષર હતું તથા વયપરિણામે (પરિપાકે) તે યુવા-વૃદ્ધ અને સાક્ષર બને છે, તે માટે એકાન્ત નિત્યમાં આ પરિણામે શી રીતે બનવાના હતાં? કર્મોની માયાજાળમાં ફસાયેલે આત્મા પુણ્ય-પાપને ભોગવવામાં સર્વથા નિષ્ક્રિય બને રહે, એ વાતને કઈ પણ કઈ રીતે સ્વીકારી શકશે? આત્મા એકાન્ત નિર્ગુણ પણ નથી. સંસારમાં પ્રત્યક્ષ અનુભવાય છે કે કેટલાક સાત્વિક માન છે, બીજા રાજસિક અને ત્રીજા તામસિકે પણ છે. આ ત્રણેથી રહિત છઘસ્થતા (કર્યાવરણ) જેની નિમૅલ થઈ ગઈ હોય તેવા અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ નિર્ગુણ નથી. પંચ મહાવ્રતધારી જૈન મુનિઓને છોડી બીજા આત્માઓ નિર્લેપ કઈ રીતે? ગૃહસ્થી હોવાથી સ્ત્રીઓને ભેગવિલાસમાં, પુત્રના રક્ષણમાં, ધનની પ્રાપ્તિમાં નિર્લેપતા રહેતી હશે? સર્વથા મૂર્ખ માનવને પણ માનવામાં ન આવે તેવી વાત છે. જગતના નિર્માણમાં ઉપરના મતમતાંતરે તેમના શાસ્ત્રોથી જાણી લીધા પછી, આ વિષયમાં જૈન શાસન શું કહે છે? તે જાણવું શેષ રહે છે. સાથે સાથે તેમની સમીક્ષા પણ કરવી સારી છે, તે આ પ્રમાણે - પાંચ ભૂતના મિશ્રણ થયા વિના આત્માની હૈયાતી તમે માનતા નથી, તે પછી, તમારે માનેલે સમુદ્ર ક્યાંથી આવ્યો? ત્યાં ઈંડુ કોણે મૂકયું? લાંબા કાળ સુધી તેને ત્યાં પડ્યા રહેવાની જરૂર શી હતી? તેને કેઈએ ફેડયું કે પિતાની મેળે ફૂટયું? એક ટૂકડામાંથી પૃથ્વી નીકળી, તે પહેલા પૃથ્વી