________________ 202 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંરક્ષણ તથા શીધ્રપતનને ન ઈચ્છતાં માન, જયારે પાંચે ઈન્દ્રિયના ગુલામ, તેમાં અત્યાસક્ત થઈને મર્યાદ-બેકરાર, બેઈમાન, બેરહિમ અને બિનદાસ્ત થાય છે ત્યારે તેમનાં જીવનમાં પાપમાર્ગોના દ્વાર ઉઘાડા રહેવા પામે તેમાં શું આશ્ચર્ય? તે સમયે તેમની માન્યતાઓ કેવી થાય છે, તેને સૂત્રકાર, સૂધર્માસ્વામીજી વાચા આપતાં કહે છે કે “ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ તેના શુભાશુભ ફળે, સ્વર્ગ નરકમાં જવાનું, વગેરે બધાયમાં માનવ સર્વથા નિરપરાધી છે, કેમકે સંસારમાં જે કંઈ બને છે, તે યદયા, સ્વભાવેન તથા દૈવ પ્રભાવથી જ બને છે. એટલે કે પાપ પુણ્યનું આચરણ બુદ્ધિપૂર્વક થતું નથી, પણ યદચ્છયા (અકસ્માતુ-અતકિંત) તથા સંસારને સ્વભાવ જ એ છે કે જે કંઈ બને છે તે પિતાની મેળે જ બને છે, અને દૈવ પ્રભાવથી જે બનવાનું હોય છે તે તેવી રીતે જ બને છે. હજાર પ્રયત્ન કરવા છતાં જે નથી બનવાનું તે બનતું નથી, બનવાનું મિથ્યા થતું નથી. ઉપરના મન્તવ્યમાં તેઓ આગળ વધીને કહે છે કે, “કેઈ પણ કાર્ય કર્મનિષ્પન્ન નથી, પણ નિયતિના કારણે જ બધું બની જાય છે.” તેમના મતની અસત્યતા : ઉપર પ્રમાણેની માન્યતામાં સચ્ચાઈ હોઈ શકશે? ખૂબ જ ગંભીર વિચારણા માંગે તે પ્રશ્ન છે. જીવ માત્રનાં કલ્યાણકામી, ભગવાન શ્રી મહાવીર સ્વામીના જમાનામાં અથવા હૈયાતીમાં, તે સમયનું સામાજિક જીવન કેટલું નીચે ઉતરી