________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 207 એટલે કે મૂંગા માનવને જોઈને દયા ખાનાર માનવ નથી જાણતો કે આવું મૂંગાપણું શાથી પ્રાપ્ત થાય છે? શાસ્ત્રકારેએ કહ્યું છે કે-મોઢાના દેષ, જીભના દોષ, તેતડાપણું, બેલતાં ચૂંક ઉડે કે પિતાની ભાષા પોતે પણ ન સમજે તેવી અક્ત ભાષાને બેલનારા માન, ગયા ભવમાં બીજાઓને કલંકિત કરનારા કે વિશ્વાસઘાત કરનારા મૃષાવાદિત્વના પાપે જ મૂંગાપણું પ્રાપ્ત કરે છે. લેભાધ માણસે જૂઠ કેવી રીતે બોલે છે? ભવભવાન્તરથી ઉપાર્જિત, વર્ધિત અને નિકાચિત, પરિગ્રહ સંજ્ઞા જ્યારે માનવના જીવનમાં જેર કરે છે ત્યારે તેને ધનાલ્પ, લેભાધુ બનતાં વાર લાગતી નથી. એટલું જ નહિ પણ તેમનું મન, બુદ્ધિ, શરીર અને પુરૂષાર્થ પણ પારકાના ધનને સ્વાધીન કરવામાં પ્રવૃત્તિવાળા બને છે. હવે સૂત્રકારના મુખે સાંભળીએ - (2) ઘરણ થઈ જfઢાજિદ્ધા નિવલે સવદત્ત... અર્થાત્ પારકાના ધનમાં અત્યંત આસક્ત થયેલા માનવે પારકાની થાપણને પચાવી પાડે છે અને તેમનામાં અસત્ દેની કલ્પના કરીને તેમની સાથે લડી પડતા કહે છે... “તારે એક પણ પૈસે મારે ત્યાં નથી, તું છેટી રીતે ગળે પડે છે” ઇત્યાદિ શબ્દોથી થાપણ મૂકનારને બીજાઓની વચ્ચે જૂઠો પાડે છે. આ પ્રમાણે પારકાના ધનને સ્વાધીન કરવા અર્થે બેટી સાક્ષીઓ આપે છે. બીજાઓને પૈસા આપીને