________________ 208 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ પિતાના પક્ષની સાક્ષી માંગે છે. છેવટે ભગવાનની, દેવેની, માતા-પિતાની તથા ગીતાજીના કે કલ્પસૂત્રના પણ સેગન ખાવામાં તેમને વાંધો નથી. (2) કથાgિ :-લાખ અને કરોડોના ધનની પ્રાપ્તિ જે રીતે પણ થાય તે રીતે જૂઠ બેલશે, મતલબ કે તેમના મસ્તિષ્કમાં પૈસે જ પરમેશ્વર હોવાથી કદાચ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી બનશે તે પણ ધર્મની, વ્રતની મર્યાદા તેડીને ધર્મસ્થાનમાં પણ પૈસાના પુજારી બનશે. (3) બ્રાઝિ-એટલે પિતાની કન્યાના સગપણ સમયે તેની જાતિ, સ્વભાવ, ગુણ અને બીજી વાતે ખરાબ હોવા છતાં પણ તેની પ્રશંસા અને પારકી કન્યા માટે નિંદાને શબ્દ બેલશે. ઉપચારથી સમસ્ત જીવન ગુણને, દોષ રૂપમાં બેલશે. તેમજ બીજા ને ભવ, ભાવ અને ગૃહસ્થાશ્રમી બગાડીને પણ જૂઠ બેલવાની આદતવાળા તેમ કર્યા વિના રહેતા નથી. ભૂમિ અર્થાત્ ખેતર, વાડી, જમીન, મકાન સંબંધી જૂઠ બેલશે તથા ગાય, ભેંસ, બળદ આદિ જાનવરોને ખરીદવા હોય કે વેચવા હોય ત્યારે તત્સંબંધી જૂઠને મટકું જૂઠાણું કહેવાયું છે. બીજાના જાતિ, રૂપ, શીલ, સ્વભાવ સંબંધી જૂઠ બેલવું. જેમકે સામેવાળા જાતિ (માતૃપક્ષ) કુલ (પિતૃપક્ષ) આદિને હું જાણું છું, તેથી કહું છું કે તેઓ હીન જાતિના, હીના કુળના અને નિન્દનીય સ્વભાવના છે. આવી રીતની અસત્ય