________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ર૦૧ વિના ઈંડુ થતું નથી. ગેહુ-ચણા આદિ બીજેને જોયા પછી ખાત્રી થશે કે બીજ અને બીજતત્વ બંને સર્વથા જૂદા છે. ગમે તે પ્રકારે બીજતત્વ (જીવ) નાબૂદ થઈ ગયું હોય તે ગમે તેવા સારા બીજે પણ અંકુરાઓને ઉત્પન્ન કરી શકતા નથી, કેમકે તે સમયે તે બીજ જડ છે જ્યારે બીજતત્વ ચૈતન્ય છે. તર્કોના ઘોડાઓને ગમે તેમ દોડાવવાથી સમ્યજ્ઞાન થતું નથી અને મિથ્યાજ્ઞાનથી બહાર નીકળતું નથી. આ કારણે જ ધર્મના નામે, ઇશ્વરના નામે તથા તેના નામે વેર-વિરોધ, ઝઘડા–મારપીટ કઈ દિવસે પણ બંધ થયા નથી. જે તર્કો, તર્કશાસ્ત્રો, પ્રત્યક્ષ અનુભવાતા સંસારની સમસ્યાઓને સુલઝાવી શક્તા નથી, તે તર્કો પણ શા કામના? તર્કશાસ્ત્રો પણ શા કામના ધર્મો પણ શા કામના ? અને સંપ્રદાય પણ શા કામના? તેમજ ધર્મબુદ્ધિથી કરતાં પણ અધર્મ– દ્વેષ, અને ધમધતાને ઉત્પન્ન કરતાં અને પષતા અનુષ્ઠાને પણ શા કામના ? માનવનું મન જ્યારે અધઃપતન તરફ જાય છે, ત્યારે જીવનમાં અણુઅણુમાં તામસિક, રાજસિક, વૈકારિક, વૈભાવિક અને પૌગલિક ભાવની વૃદ્ધિ થતાં કોણ રોકી શકશે ? અદ્ધિ-સમૃદ્ધિના નશામાં સર્વથા બેભાન બનેલા, ખાનપાનની મર્યાદાને બે મર્યાદ કરી, રાક્ષસોને ખાવા લાયક માંસ, ઈંડા, શરાબપાન, આસપાનમાં ગળેબ થયેલા તથા શરીરના શૃંગાર, તાકાત, પુષ્ટિ, સુંદરતા અને વીર્ય શક્તિના સંવર્ધન,