________________ 200 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઠીક નથી. કેમકે આનાથી તે તમારા મતથી સર્વથા વિરૂદ્ધ આત્માની સિદ્ધિ થયા વિના રહેવાની નથી. કેમકે આત્મા ચૈતન્ય સમ્પન્ન હોવાથી કેઈનાથી પણ ઉત્પાદ્ય નથી અને કેઈનાથી નાશ પામવાને પણ નથી. તેમ છતાં કર્મોની માયામાં અનાદિ કાળથી ફસાયેલું હોવાથી ભવભ્રમણ કરે છે. કદાચ હઠાગ્રહમાં આવીને તમે કહેવા જશે કે આ વાત તે તમારા જેના આગમની છે, જેને તમે સેગન ખવડાવીને પણ મનાવવાની કોશિષ કરી રહ્યા છે. જવાબમાં જણાવવાનું કે ડીવારને માટે તમે અને અમે (જેને) શાસ્ત્રોને જૂદા મૂકી દઈએ અને નાની ઉંમરના બાળકને તથા પ્રત્યક્ષ દેખાતા સંસારને જોઈ લઈએ તે આત્માની અને કર્મોની સિદ્ધિ થયા વિના રહેવાની નથી. કેમકે કેઈનું પણ શરીર, રૂપ-રંગ, જ્ઞાન-વિજ્ઞાન અને સ્વભાવ બીજા એકેય જીવ સાથે મેળ ખાતા નથી. એક જ ઝાડના પાંદડા પણ એક સમાન હતા નથી તે પશુ-પક્ષી અને મનુષ્ય સૃષ્ટિમાં કઈ આંખે સરખે તે નાકે જૂદ, બીજે કાને જૂદો, ત્રીજો મોઢાની ગોળાઈ-લંબાઈથી જૂદ, કેટલાક હાથે-પગે-આંગળીએ અને છાતીએ જૂદા, તે એકેયને સ્વભાવ કેઈની સાથે પણ મેળ ખાતે નથી. આ બધી વસ્તુઓ જોઈ લીધા પછી અને અનુભવ્યા પછી કર્મસત્તાને માન્યા વિના બીજો માર્ગ ક્યો? પંખીઓ પ્રાયઃ કરીને ઇંડા વિના થતાં નથી, તે જગન્માતાએ પહેલા મરઘી બનાવી હશે કે ઇંડું? કેમકે દુનિયાભરની શક્તિ વિશેષથી પણ ઇંડા વિના મરઘી અને તે