________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 139 કૃષ્ણલેશ્યા તરફ ગયા વિના છુટકે નથી. સ્વાર્થાન્ય જીવન, હિંસક હોવાના કારણે બીજાને ઠગવા આદિના કાર્યોમાં તેની લેશ્યાઓ સારી કઈ રીતે રહેવા પામશે? અને જ્યાં લેગ્યાએમાં ખરાબી કે ગંદુ તત્વ પ્રવેશ કરશે ત્યારે માનવના પરિણામે પણ ઉગ્રતા, વ્યગ્રતા, ક્રૂરતા ક્ષુદ્રતા, દુષ્ટતા આદિમાં પરિવર્તિત થતાં વાર લાગવાની નથી. અને તેમ થયું તે તેનું પ્રસ્થાન દુર્ગતિ તરફ નક્કી સમજી લેવાનું છે. માટે જ તીર્થંકર પરમાત્માઓએ જૂઠ બોલવાવાળાના સ્વભાવમાં કૃષ્ણલેશ્યાને નકારી નથી. (15) દુર્ગતિ વિનિપાત વિવધૂનમ -જૈન શાસનમાં પાંચ ટકા પાપ કહ્યાં છે. તેમાં અસત્ય ભાષણ પરપીડાકર હોવાથી વસ્તુતઃ તે પ્રાણાતિપાત જ છે, છતાં પણ તેને જુદું કરવાનું કારણ આ છે કે-ઉતાવળમાં આવીને વિના વિચાર્યું કંઈ પણ બોલવું, બીજાઓને પેટા કલંક દેવા, કેઈના ગુપ્ત પાપને ઉઘાડા કરવા કે બીજાઓ સામે પ્રકાશિત કરવા પાપપદેશ આપે અને પેટા દસ્તાવેજ કરવા આવા પ્રકારનું અસત્ય વચન મહાપાપ છે. શા માટે મહાપાપ છે? જવાબમાં કહેવાયું છે કે, “જૂઠા નર પગ ભૂમિ શેધન જળ છંટકાવ કર્યો રે; મોહન મેરે મુગતિ સે જાઈ મ...” ગંગાસ્નાન કરી પીતામ્બર પહેરેલા ભાનુ નામના મહાપંડિતે, જેના એક હાથમાં ગંદાની ટોપલી અને બીજા હાથમાં પાણીથી ભરેલું તામ્રપાત્ર છે. તેમાંથી પાણીના છાંટા નાખીને બેસનારી ભંગીયણને પૂછયું, તેના જવાબમાં તેણીએ કહ્યું: પંડિતરાજ!