________________ 160 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (23) નિકૃતિ -માયા છાદનાર્થ વચનવિપ્રલંભનવા દેવદુર્લભ માનવાવતારમાં દેવ ગુરુ ધર્મની, દર્શન-જ્ઞાનચારિત્રની, ન્યાય-નીતિ પ્રમાણિક્તાની અને આચાર-વિચાર તથા ઉચ્ચારના શુદ્ધિકરણની તાલીમ લેવી જોઈતી હતી, તેના સ્થાને પાપ પ્રપંચની, મિથ્યાત્વની, કુડ-કપટની, કેટ-કચેરીની, ખોટા તેલ માપની, દેવ ગુરુ ધર્મની, ઠગાઈની તાલીમ દ્વારા જીવનના છેલ્લા ચરણે આવેલ માનવ પાપોને પ્રાયશ્ચિત કરવા સમર્થ ન બન્યું પરંતુ પિતાના માયા પ્રપંચાદિને છુપાવવા મરણ પથારિયે પણ પ્રર્યત્ન કરે છે. જે જીવનની, ખાનદાનીની, ભણતર-ગણતરની કરૂણતા છે. પિતાના ગુણની શેખી મારવી, તે પણ આત્મોન્નતિમાં બાધક બને છે, તે પછી કરેલાકરાવેલા અને અનુ મેદેલા પાપને તથા દુષ્કૃત્યને, ધર્મમાં ખપાવવા પ્રયત્ન કરે આનાથી બીજું મોટું પાપ કર્યું? માટે અસત્ય વચન અને વ્યવહારવાળાના જીવનમાં સમ્યગજ્ઞાનને પ્રકાશ ન હોવાથી, માયાન્ધકારમાં રચ્યા પચ્ચે તે પાપને ભારે લઈ દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે. (24) અપ્રત્યયઃ-આજીવન અસત્ય વ્યવહારમાંથી જેઓ બહાર આવી શક્તા નથી, તેમનું જીવનપટ કાળુ થઈ ગયેલું રહેવાથી, તેઓ ગમે તેવા સેગન ખાઈને વાત કરે તે પણ તેમના બેલવા પ્રત્યે કેઈનેય વિશ્વાસ આવતું નથી. ઘરની પત્ની પણ તેમના બોલવા પર વિશ્વાસ રાખી શક્તી નથી, તે દુનિયાય મૂર્ખ નથી કે તેમના ઉપર કઈ વિશ્વાસુ બની જાય. આ કારણે જ અસત્ય અને અવિશ્વાસને ભાઈબંધી છે.