________________ 168 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘોગપતિઓ અસત્ય સેવી છે. તે ઉપરાંત વણકર, સેની, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયા, કેટવાળ, સેવક, ચાડીઆ, વિચાર્યા વિના બેલનારા, પિતાને તુચ્છ માનનારા કે ઉંચા માનનારા, ઋદ્ધિ આદિથી ગર્વિષ્ઠ બનેલા, અસત્યને ઉપદેશ કરનારા, આપબડાઈ કરનારા, ઈન્દ્રિયને વશમાં નહીં રાખનારા, પ્રતિજ્ઞાભ્રષ્ટ એટલે કે સમયની મર્યાદા નહીં રાખનારા, યદ્વાઢા બેલનારા ઇત્યાદિ માનવે જૂઠ બેલનારા હોય છે. આમાંથી કેટલાક આદત પડેલી હોવાથી, વ્યાપારના કારણે, પાપકર્મોના ભારે હોવાથી, પેટ ભરવાના કારણે, કેટલાક પેટ ભરાયા પછી લેભવશ બનીને, વિષયવાસનાથી, મેહથી, યુવાનીના મદથી જૂઠ બેલનારા હોય છે. કેટલાક વ્યવહારમાં સત્યવાદી દેખાય છે, પણ અંતરના મેલા હૈયાના, મેલા મનના હોવાથી તેમની ભાષા છળ-પ્રપંચવાળી હોય છે, સામેવાળે ન સમજે તેવી માયા મૃષાવાદવાળી, પિલીટિકસ વાળી હોય છે. જ્યારે કેટલાક ધર્મગ્રંથના દાખલાદલીલેમાં લેકેને ફસાવનારી ભાષા બોલનારા હોય છે. કેટલાક ધર્મના નામે, ટીલા ટપકાના નામે, વેષમયદાના નામે, ક્રિયાકાંડેના નામે પણ જૂઠ બોલનારા હેય છે. ખોટા તર્કો દ્વારા દર્શનશાસ્ત્રીઓ જુઠ કેવી રીતે બોલે છે? મિથ્યાત્વ મેહનીય કર્મની અસર જ્યારે જોરદાર સતાવતી હોય છે, ત્યારે માનવને પિતાની જાતને નિર્ણય કરવા જેટલી ક્ષમતા પણ હોતી નથી. તે પછી સર્વથા પરોક્ષ આત્મા,