________________ 176 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પૃથ્વીમાં કઠિન ધર્મ છે, પાણીમાં દ્રવતા, અગ્નિમાં ઉષ્ણતા, વાયુ સદૈવ ચલન સ્વભાવી અને આકાશ સૌને અવકાશ આપે છે. તેથી આ પાંચે ભૂતનું મિશ્રણ થતાં ચૈતન્ય ગુણ દેખાય છે, જે શરીરાદિનું સંચાલન કરે છે. જોnqત્ત ”-હેવાગ એટલે સ્વભાવના કારણે પાંચ ભૂતોને સંગ અને વિગ થયા કરે છે. સંબંધ હોય ત્યાં સુધી ચૈતન્યની ક્રિયાઓ થાય છે અને તેઓને વિગ થતાં કિયાએ બંધ થાય છે, તેથી આત્મા કે કરેલા કર્મોને કારણે સંસારનું સંચાલન નથી પણ સ્વભાવથી થાય છે. ઉપરના મતનું ખંડન - નાસ્તિક, વામ અને શૂન્યવાદીઓની વાતે બુદ્ધિની કસોટી પર સાચી ઉતરી શકશે ? વિચાર કરવા જેવો પ્રશ્ન છે, તેમ કૃતિ-યુક્તિ અને અનુભૂતિને અનુકૂળ તેને નિર્ણય કરવા જેવું છે. કેમકે (1) કૃતિ (શાસ્ત્રી) અનુભૂતિ(અનુભવ)ને સાથે લીધા વિના કેવળ યુક્તિઓ(તર્કો)થી વિતંડાવાદને જન્મ થતાં સંસાર અને આપણું જીવન વિષ કરતાં પણ વધારે કડવું ઝેર જેવું થઈ જશે. (2) યુક્તિ અને અનુભૂતિ વિના ગમે તેવા શાસ્ત્રોના પાનાઓને “બાબા વાક્ય પ્રમાણું” માનવા જતાં જીવનમાંથી અહિંસા, સંયમ અને ધર્મની વિદાય થયા વિના રહેશે નહિં. પરિણામે કષાના કલેશે શેષ રહેવા પામશે.