________________ 188 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ___ " दाणवयपोसहाण तवसंजम बंभचेरकल्लाण माईआण નહિ ." ભીંત ન હોય તે ચિત્રામણની કલ્પના શા કામની? તેવી રીતે આત્માના અભાવમાં દાન, વ્રત, પિષધ, તપશ્ચર્યા, સંયમારાધના, બ્રહ્મચર્ય પાલન આદિ ક્રિયાઓનું ફળ કેણ મેળવશે? કોણ ભેગવશે? માટે દાનાદિ ક્રિયાઓ નિરર્થક છે. તેવી રીતે _ " नविय पाणवह अलियवयण आदि नस्थिगवाइणो વાગોળવા.” આ આલાવાને અર્થ આ પ્રમાણે છે :જીવહત્યા, જૂઠ વચન, ચૌર્યકર્મ, પરદારગમન તથા પરિગ્રહમાં કંઈ પણ પાપ નથી. નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિગતિ નામની કઈ વસ્તુ નથી, માતા-પિતા નથી, પુરૂષાર્થ કે પ્રત્યાખ્યાન નથી, કાળ મર્યાદા નથી. અરિહ ત, ચક્રવતી, બલદેવ કે વાસુદેવ અને ત્રાષિએ નથી, ધર્માધર્મનું ફળ થોડું ઘણું પણ નથી. માટે ઇન્દ્રિયને અનુકૂળ જે પ્રમાણે રહેવાતું હોય તે પ્રમાણે રહે, ખાઓ, પીઓ ને મોજમઝા કરે. આ પ્રમાણે નાસ્તિકવાદીઓ કહે છે. તેમની માન્યતાનું ખંડન - આ વાદીઓ ઉપરની બધી વાતેમાં સ્વભાવને જ મુખ્ય કારણ માનતાં કહે છે કે, સ્વભાવ જ જીવ”હેવાથી નરકાદિ ગતિઓની પ્રાપ્તિ સ્વાભાવિક છે, કર્મજન્ય નથી. કાંટાઓમાં તીક્ષણતા, મયૂરના પાંખેની વિચિત્રતા અને મરઘાઓની વર્ણ વિચિત્રતામાં સ્વભાવથી અતિરિક્ત બીજું એકેય કારણ કેઈને પણ દેખાય છે? જવાબમાં તેમની મૃષાવાદિતા આ પ્રમાણે જાણવી. તમારે