________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 189 માનેલે સ્વભાવ, યદી જીવથી જૂદો હોય તે, તે પ્રાણાતિપાતાદિ કિયાએથી ઉત્પાદિત કર્મ સિવાય બીજે કઈ હેઈ શકે નહિં. કેમકે કરેલા અને કરાતાં કર્મોના સંસ્કારે જ ભવાન્તર કરવાનું કારણ છે. યદિ તમારો માન્ય સ્વભાવ, જીવથી જૂદ નથી એટલે કે સ્વભાવ અને જીવ એક જ છે, તે જીવની સિદ્ધિને માન્યા વિના છૂટકો નથી. કેમકે સ્વભાવ જીવથી જુદો હોઈ શકતું નથી. કદાચ ભિન્ન માનવામાં આવે, તે નરકાદિ ગતિએની વિચિત્રતા હેતુ વિનાની માનવી પડશે, પણ સંસારમાં કઈ પણ વસ્તુ નિહેતુક નથી. માટે તૈયચ, મનુષ્ય, નારક અને દેવના અવતારે, પોતાના કરેલા પુણ્ય અને પાપના ફળ સ્વરૂપ છે અને સિદ્ધો, કર્મોને સમૂળ ક્ષય કરીને સિદ્ધ શિલામાં ગયેલા હોવાથી તેમને અને શાશ્વતી સિદ્ધ શિલાને અભાવ માનવ હરહાલતમાં પણ જૂઠ છે. ઉત્પત્તિ માત્રના જ કારણભૂત બનેલા માતા-પિતામાં કેવળ જન્યજનકભાવ સિવાય બીજા કેઈની કલ્પના ઠીક નથી, કેમકે સચેતનથી જૂ, માંકડાદિની સચેતન ઉત્પત્તિ અને મૂત્ર-મળ આદિ અચેતન વસ્તુઓની ઉત્પત્તિ તેવી રીતે ચીરાતા લાકડાનું ચૂર્ણ (વેર) અચેતન રૂપે જન્મે છે, માટે માતા-પિતામાં જન્યજનકભાવ જ હોવાથી તેમને ભેગ-વિનાશ કે અપમાનાદિમાં કોઈ જાતને દોષ દેખાતો નથી. ઉપર પ્રમાણેની તેમની માન્યતા કેવી રીતે અસત્ય છે તેને જોઈએ....