________________ 192 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે સૃષ્ટિ ચનામાં મતમતાન્તરે પણ અનેક છે. સંપ્રદાય અને તેના પ્રવર્તકે પણ ઘણા છે, કોઈને પણ કેઈની સાથે મેળ હતું નહિ, તેમ તેમના અભિશાપે ભવિષ્યમાં પણ મેળ જામી શકે તેમ નથી. આધ્યાત્મિક ભારત દેશની કરૂણતા આનાથી બીજી કઈ હોઈ શકે? પૂર્વગ્રહથી ગ્રસ્ત થયેલા તેઓ બીજાઓ સાથે બેસવા માટે પણ તૈયાર નથી, વિચારેની અદલાબદલી કરવા માંગતા નથી, તે પછી તત્વને નિર્ણય કેવી રીતે કરવાના હતાં? સૌથી પહેલા કયા કયા દર્શનવાદીએ સંસારની રચનામાં શું કહે છે તે જાણવું અગત્યનું છે. સૌની નજરે દેખાતાં સંસારને અસરૂપે માનનારાઓનું મન્તવ્ય છે કે આ લેકમાં સૌથી પહેલા પૃથ્વી વગેરે પાંચ ભૂતે, તથા મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક, પૃથ્વી, અપૂ તેજ, વાયુ અને વનસ્પતિ નામના પદાર્થો હતાં જ નહિ કેવળ પૂર્ણ લેક જળમય જ હતું, જેમાં ઘણા લાંબા કાળ સુધી ભીંજાઈ ગયેલું અને ફાટી જવાની રાહ જોતું એક ઈંડુ હતું, સમય પાકતાં તે જ્યારે ફાટયું અને લીંબુના ફડની જેમ બે ટૂકડા થયાં, એક ટૂકડામાંથી પૃથ્વી આદિ બહાર આવ્યા કે ઉત્પન્ન થયાં, જ્યારે બીજામાંથી આકાશની રચના થઈ. પૃથ્વી પરથી મનુષ્ય, દે, નારકે તથા તિર્યંચને પ્રાદુર્ભાવ થયે અને આકાશથી સુર-અસુર આદિ દેવસૃષ્ટિ થઈ આ જ વાતને બીજા મતવાદીઓ આમ કહે છે, “જ્યાં સુધી સંસારની રચના થઈ ન હતી, તે પહેલા પાંચ ભૂતે