________________ 190 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જન્ય અને જનકત્વ સમાન હોવા છતાં પણ માતાપિતાઓના ઉપકાર વિશેષને કઈ પણ સૂત્રકારે, ઋષિઓએ પણ અમાન્ય કર્યો નથી, તેથી તેમને નાશ કે અપમાન હરહાલતમાં પણ પાપ જ છે. સામાન્ય ઉપકારીને પણ અપલાપ કરે અપરાધ છે. તે જે માતા-પિતાના ઉપકારને બદલે વાળ પણ અશક્ય હોય તેને અપલાપ, મહાપાપ બનવા પામે તે અનપઢ માણસ પણ સમજી શકે તેવી હકીકત છે. પુરૂષાર્થને નિષેધ કરીને બધાય પ્રસંગમાં નિયતિને માનતા તેઓ કહે છે કે, “નિયતિવશ જે વસ્તુ થવાની હોય તે થાય જ છે,” માનવ ગમે તે પુરુષાર્થ કરે તે પણ ન થવાની વસ્તુ કદિ પણ થતી નથી અને થવાના કાર્યોમાં કેઈને વિક્ત કામે આવતું નથી. આ પ્રમાણેની તેમની અસત્યતાને બતાવતાં કહે છે કે, સૌને પ્રત્યક્ષ દેખાતા પુરુષાર્થના ચમત્કારને અપલાપ કરી કેવળ નિયતિને માનવા જતાં તેનું પ્રામાણ્ય રહેશે નહિ. જેમકે ભૂખ લાગી છે તે નિયતિના ભરોસે મોઢામાં કેળિયા આવવાના નથી. પુરૂષાર્થ કર્યા વિના કેઈ પણ વિદ્યાથી ઈષ્ટ સિદ્ધિને સાધી શક્તા નથી. ખેડુત ચંદિ મહેનત ન કરે તે ભૂખે મર્યા વિના કોઈને પણ બીજે માર્ગ દેખાતું નથી. પરણેલી સ્ત્રીના ભાગ્યમાં પુત્ર છે પણ પુરૂષાર્થ કરવામાં ન આવે તે? અને છેવટે નિયતિવાદને પ્રરૂપક પોતે ભણવા માટે અને વિતંડાવાદથી સંસારને બગાડવા માટે એકાદ પંડિત