________________ 180 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ આત્માને માનવાને જ રહેશે. અર્થાત્ તે આત્માનું અસ્તિત્વ માન્યા વિના છૂટકો નથી. આત્મા અને ઉપગને અવિનાભાવ સંબંધ ત્રિકાળમાં પણ અબાધિત હોવાથી, અનુમાનથી પણ આત્માની સિદ્ધિ નકારી શકાય તેમ નથી. જેમકે यत्र यत्र आत्मा तत्र तत्र चैतन्य उपयोगमत्त्वात् यथात्वमहम् च यत्र चैतन्य नास्ति तत्र आत्मा अपि नास्ति यथा पञ्चभूताः / / તત્ર વૈતામા-મામન કરવુત્તિ શરાવત, वन्ध्यापुत्रवत् , आकाश कुसुमवत् दरीद्रश्यते / ઉપમાન પ્રમાણને ઉપયોગ ન કરીએ તે પણ વાંધો આવે તેમ નથી. કેમકે સંસારમાં ઘણા પદાર્થો એવા છે, જેને ઉપમા આપી શકાતી નથી, જેમકે -અત્યાર સુધીમાં કેટલાય ઘીના ડબા પેટમાં પધરાવ્યા પછી, કઈ પ્રશ્ન કરે છે, ઘીનો સ્વાદ કે ? - આને જવાબ કેઈની પાસે નથી. કેમકે ઘીના સ્વાદની તુલનામાં આવે તે પદાર્થ કેઈને જડે તેમ નથી. રામરાવણનું યુદ્ધ કેના જેવું થયું ? આકાશની લંબાઈ ચેડાઈ કેટલી? છે કેઈની પાસે જવાબ. જ્યારે રૂપી પદાર્થોને પણ ઉપમા નથી જડતી તે પછી અરૂપી (શબ્દ-રસ–ગંધ અને સ્પર્શ વિનાનો) આત્માને માટે ઉપમા ન જડે, તેથી ઘી, યુદ્ધ અને લંબાઈની ઉપમાની જેમ આત્માને અભાવ માનવા જેટલી ઉતાવળ કરવાથી શું ફાયદો? આગમ કૃતિ)માં આત્માની સિદ્ધિનું પ્રામાણ્ય જૈન સૂત્રમાં અકબંધ સચવાયું છે. કેમકે “આપ્તવચનમાગમ:”