________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 183 (2) બંને ભાઈઓના રાક, રમત ગમતના સાધને તેમજ પઠનપાઠનની સામગ્રી એક સમાન હોવા છતાં પણ એક ભાઈ કાર્ય સિદ્ધિ મેળવે છે જ્યારે બીજે સાવ નિષ્ફળ જાય છે, આ બંને પ્રસંગોમાં કરેલા અને કરાતાં કર્મો સિવાય બીજે ક હેતુ છે? (3) માતાના ગર્ભમાં જૂદા જૂદા કવલાદિ પ્રકારે નવ મહિના સુધી જીવને ત્યાં રોકી રાખે અને સમયે ગર્ભમાંથી બહાર કાઢે. આ બધાઓમાં ઈશ્વરને નહીં પણ કર્મસત્તાને ચમત્કાર પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. આ કારણે જીવે, તેનાં કર્મો અને ભગવટાઓ પણ છે. બોદ્ધમત અને તેની અસત્યતા : તીર્થકર પ્રરૂપિત સમ્યફશાસ્ત્રો જેમનાં ભાગ્યમાં નથી, તેઓ તત્વને નિર્ણય યથાર્થ રૂપે કરી શક્તા ન હોવાથી, બુદ્ધદેવની માન્યતામાં પાંચ સ્કંધ પર સંસાનું સંચાલન અવલંબિત છે. તે આ પ્રમાણે - રૂપ સ્કંધ, વેદના સ્કંધ, વિજ્ઞાન સ્કંધ, સંજ્ઞા સ્કંધ અને સંસ્કાર સ્કંધ, પૃથ્વી-પાણી વગેરે તથા રૂપ-રસ વગેરે રૂપ સ્કંધ છે. સુખ-દુઃખ આદિને અનુભવ વેદના સ્કંધને આભારી છે. રૂપ-રસ આદિનું વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ છે.