________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 185 હોવાથી જડ છે, માટે જ તેમની ઉત્પતિ છે, નાશ છે. ત્યારે જ તે ચક્ષુરિન્દ્રિયાવરણીય કર્મના કારણે ચક્ષુનું તેજ સમાપ્ત થયે છતે પણ જોયેલા પદાર્થોની સ્મૃતિ રહે છે. તેથી જ નિરક્ષર પણ સમજી શકે છે કે ચક્ષુરિન્દ્રિયમાં ચૈતન્ય ન હોવાથી તે આત્મા નથી. તેવી જ રીતે વધારે પડતાં શરાબપાનના કારણે મન જ્યારે ઘેરાઈ જાય છે ત્યારે તેની વિચાર અને સ્મરણશક્તિ પર જબરદસ્ત પડદે આવી જાય છે. માટે જ મન જીવરૂપ ન હોવાથી જડ છે અને શરીરની સાથે જ સ્મશાનમાં બળીને ખાખ થાય છે. પછી પરલેકમાં જનાર કેશુ? સૂક્ષ્મ મનની કલ્પના કરીએ તે પણ ઠીક નથી, કદાચ ઠીક હોય તે તે નિત્ય છે? કે ક્ષણિક? યદિ ક્ષણિક છે તે શરીર સાથે નાશ પામતાં પરલેકમાં જવાવાળે કેણુ? યદિ તેને નિત્ય માનવાની ઉતાવળ કરશે તે તમારા હાથે જ તમારા ક્ષણિકવાદને મૃત્યુઘંટ વાગી જતાં વાર લાગવાની નથી, માટે આત્મા સર્વાતંત્ર સ્વતંત્ર છે. જ્યારે મન જીવને અધીન હોવાથી જીવ પ્રેય છે અને જે પ્રેય હોય તે જડ જ હોય છે. वायु जीवोसि एवमाहेसु : કેટલાકે વળી વાયુને જીવ માને છે, અને કહે છે કે, વાયુ છે ત્યાં સુધી શ્વાસોશ્વાસ છે, માટે વાયુને જીવ માનવામાં વાંધો નથી. પણ તેમની આ વાત સત્ય નથી. કેમકે મનની જેમ વાયુ (પ્રાણ) પણ જડ હેવાથી, શરીર સાથે જ તેને પણ નાશ થાય છે. મૃત્યુના સમયે કે મડદાને ગમે તેટલે