________________ 1844 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આ અમુક છે.” ઈત્યાદિ વ્યવહાર સંજ્ઞા સ્કંધને આભારી છે. પાપ-પુણ્ય રૂપ ધર્મ સમુદાયને સંસ્કાર સ્કંધ કહે છે. બૌદ્ધ શાસનમાં ઉપર પ્રમાણેના પાંચ ધોને છોડી આત્મા નામનો પદાર્થ માન્ય નથી. જે મોટામાં મોટી ભ્રમણ છે. કેમકે પિતાના કાવડે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને આગમ પ્રમાણથી આત્મા પ્રત્યક્ષ છે. આવી સ્થિતિમાં આત્મદેવને અવલાપ કરે અતિ દુઃસાહસ છે. કારણ કે પાંચે સ્ક દ્વારા થતું જ્ઞાન આત્મા સિવાય બીજા કોઈને પણ થઈ શકે તેમ નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયાના માધ્યમથી રૂપ વેદના-સુખ-દુઃખના અનુભવ તેમજ ઈહા-અવાય અને ધારણ જ્ઞાનથી સંજ્ઞાઓ અને પૂર્વભવના કરેલા કર્મોના કારણે સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. માટે પાંચે સ્કને જનક આત્માથી અતિરિક્ત બીજે નથી. “મr 2 માળીયા વાત....” બૌદ્ધોના ચાર ભેદોમાંથી એક ભેદવાળા મનને જીવ રૂપે માને છે. તે આમ કહે છે. પાંચ સ્કછે ઉપરાંત બીજું પણ તત્વ હોવું જોઈએ. જે રૂપાદિનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપાદાન કારણ હોઈ શકે અને તે મન છે. પરંતુ બધી રીતે વિચાર કરતાં મન જવરૂપે હૈઈ શકે નહિ, કેમકે મન પૌગલિક છે માટે જડ છે. જૈન શાસનમાં શરીર, ઇન્દ્રિ, મન અને મતિજ્ઞાનાવરણીય જન્ય દુબુદ્ધિ પણ પૌગલિક