________________ 178 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉત્પત્તિ હોઈ શકે, તે નાનું બચ્ચું પણ માની શકે તેમ નથી. આજે વિજ્ઞાનને જમાને હોવાથી પ્રત્યેક રાષ્ટ્ર આ અખતરા કરી જોયા છે, પણ પાંચ ભૂતના બનાવેલા પુતળાઓને કેઈએ એક ઈંચ પણ ચલાવ્યા હોય તે ખ્યાલ કોઈને પણ નથી નાનું બાળક પણ જાણે છે કે- આ પાંચે ભૂત જેમ જીવતાં માણસમાં વિદ્યમાન છે, તેમ મરી ગયેલા માણસમાં પણ વિદ્યમાન છે, છતાં તે માણસ પાંચે ઈન્દ્રિયન ભેગોને જેમ ભેગવી રહ્યો છે, તેમ મડદું કંઈ પણ કરી શકતું નથી. તેમાંથી એકેય ભૂતની હાનિ નહિ થયેલી હોવા છતાં પણ, પાંચ મિનિટ પહેલા ચાલનારે, જેનારે, ખાનારો, સૂંઘનારે અને બીજાની વાતને સાંભળનાર કોણ હતો ? હવે ક્યાં ગયે? જેના સંદુભાવમાં શરીરદ્વારા થતી ક્રિયાઓને સૌ કોઈ નજરે જોઈ શકતા હતાં, હવે તેનું તે શરીર કંઈ પણ કરવાનું તે ઠીક પણ તેને કાપી નાખો, બાળી નાખે તે પણ કઈ જાતને પ્રતિકાર કરવા પણ સમર્થ રહ્યો નથી. પાંચે ભૂતામાંથી એકેયનો વિયોગ થયે નથી, તે પણ શરીર કંઈ કરી શકતું નથી. આવી પરિસ્થિતિમાં પાંચે ભૂતોના સંગથી ચેતનાશક્તિની પિદાશ માનવાની ધૃષ્ટતા કરવી, સંસારને હિંસા, જૂઠ, શરાબપાન, પરસ્ત્રીગમન, ચેરી, બદમાસી અને પરિગ્રહની બક્ષીસ આપીને કદરૂપ બનાવનાર બનવા પામશે. માટે શરીરરૂપી ભાડાના મકાનમાં આત્માને પૃથફ માનવામાં તે કોઈને પણ આપત્તિ આવવાની નથી. આત્મા ચૈતન્યશક્તિસમ્પન્ન હોવાથી પ્રેરક છે અને શરીર પ્રેર્યા છે. સર્વતંત્રસ્વતંત્ર આત્મા જોક્તા છે અને