________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 179 શરીર ભાગ્ય છે અથવા પિતાના પૂર્વભવના કરેલા પુણ્યપાપને તથા તેના મિઠા-કડવા ફળોને ભેગવવા માટે સાધનરૂપે શરીર છે. જે કેની શક્તિ વિશેષથી પણ કોઈ કાળે કર્તા બની શકતે નથી. તે આત્માને સુખ-દુઃખ, સંગવિયેગ, હર્ષ-શોક આદિના અનુભવ દરમ્યાન આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યાં છીએ કે, જન્મતું અને મરતું શરીર જડસ્વભાવી હોવાના કારણે, મારા આત્માની પ્રેરણા વિના કંઈ પણ હલન-ચલનની, ખાવા-પીવાની, સૂંધવા-સાંભળવાની આદિ ક્રિયાઓ કરવા માટે સમર્થ નથી, તેમ ઈન્દ્રિય પણ જડ હેવાથી આત્માની પ્રેરણા વિના કંઈ પણ કરી શકતી નથી. મન પણ જડ છે, તેથી આત્માની ઈચ્છા વિના કે સંકેત વિના સેક્યો પાપડ પણ ભાંગી શકે તેમ નથી. અત્યાર સુધીના એ કેય શાસ્ત્રમાં કે કોઈ પંડિત વિશેષની જીભ દ્વારા પણ “હું શરીર છું, હું ઘર છું, હું વસ્ત્ર છું, ઘડિઆળ છું, આવી રીતના શબ્દોને પ્રવેગ કેઈએ કર્યો નથી. ચાર્વા કે પણ કર્યો નથી, તેના ચેલા ચાપટોએ પણ કર્યો નથી. પણ આ મારૂં શરીર છે, મારું ઘર છે, મારૂં ઘડિયાળ છે, મારી સ્ત્રી છે. આમ સંબંધને બતાવનારા અને સૂચવનારા આત્મા શબ્દને જ પ્રયેાગ કરે છે. આ શરીર મારું છે, એટલે કેનું ? મારૂં એટલે પુત્ર કે પત્નીનું નહિ પણ મારા આત્માની માલિકીનું. આવા અને આના જેવા અનુભવ દ્વારા પણ આપણું શરીરમાં આત્માનું પ્રત્યક્ષીકરણ થાય છે, અને જેમ મારા શરીરમાં ચૈતન્ય સ્વરૂપી આત્મા છે તે બીજા અનંતાનંત શરીરમાં