________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 175 આત્મા નથી, કર્મોનું બંધન નથી, તે પછી તે કર્મોના સુખ દુઃખ રૂ૫ ફળને આત્મા કઈ રીતે ભેગવશે ? માટે સંસારમાં કંઈ પણ નથી. સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ તથા ભવાન્તર પ્રાપ્તિની કલ્પના સર્વથા મૂઢ માનવેએ જ કરી છે. ઉપરના મતનું નિરસન કઈ રીતે? ઉપર પ્રમાણેના મતવ્યધારીઓને પૂછી શકીએ છીએ કે, તમે જ્યારે આત્માને માનતાં જ નથી, તે પછી તમારૂં આ શરીર કેના આધારે ટકવા પામ્યું છે? તમે પોતે તમારી માતાની કુક્ષિમાં મલ મૂત્રની વચ્ચે નવ મહિના રહ્યાં છે, જમ્યા પછી મલમૂત્રમાં આલેડ્યા છે, મેટા થયે પરણ્યાં છે, ભેગવિલાસની મધુરજનીઓ સારી રીતે માણી છે, ફળ સ્વરૂપે સંતાનોના બાપ બન્યા છે, તેમને ખોળામાં રમાડ્યા છે પછી તમે ભણ્યા ગણ્યા અને પંડિત બન્યા હશે કે ભગવા કપડા પહેરીને વૈરાગી બન્યા હશે. આ બધીય અવસ્થાઓમાં તમારું શરીર ક્યા આધારે ટયું? તેના જવાબમાં તેઓ કહે છે કે, 'पचमहाभूइय शरीर भासंति' પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂતે માતાની કુક્ષિમાં જ્યારે ભેગા થાય છે, તેમાંથી એક ચૈિતન્યની પ્રાદુભૂતિ થાય છે, જે ખૂબ જ તાકાતવાળો હોવાથી સંસારને વ્યવહાર ચાલી રહ્યો છે, માટે પાંચ ભૂતોથી અતિરિક્ત આત્માની કલ્પના કરવી સર્વથા નિરર્થક છે. સ્પષ્ટ દેખાય છે