________________ 172 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખાતાં, નગ્ન ફરતાં અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણોને પહેરતાં, અને તે દ્વારા સુખ દુઃખને ભોગવતાં પ્રત્યક્ષ છે, તે જેનું અસ્તિત્વ સૌને પ્રત્યક્ષ હોય તેને શૂન્ય કહેવું તે સરાસર મૃષાભાષા છે. नस्थिगवाइणो वामलोगाई भणति ‘नस्थि जीवो' નાસ્તિકવાદી અને વામવાદીઓનું મતવ્ય છે કે“જીવ નથી >> આંખેથી જે વસ્તુ દેખાય છે છતાં તે નથી. આમ માનનારા નાસ્તિકવાદી છે અને વિદ્યમાન પદાર્થોને અસત્ રૂપે માનનારા વામવાદી છે. તેઓનું માનવું છે કે જે સુખ દુઃખને ભક્તા હોય, તે જીવ નામને પદાર્થ સંસારમાં નથી. યદિ હોય તે આંખે દેખાતે કેમ નથી? માટે તેની વિદ્યમાનતામાં વિશ્વાસ રાખવો ઠીક નથી સ્પર્શેન્દ્રિય દ્વારા પણ જીવને કોઈને સ્પર્શ થયે હોય તેમ સાક્ષી દેવા માટે પણ કઈ તૈયાર નથી. ધ્રાણેન્દ્રિય (નાક) દ્વારા તેની ગંધ કેઈએ જાણ નથી. રસનેન્દ્રિય (જીભ) દ્વારા નારંગી, મોસંબીને સ્વાદની જેમ જીવને સ્વાદ કે? તે કેઈએ અનુભવ કર્યો નથી. આંખથી શરીરમાં આવતે અને શરીરથી જ જીવ કેઈને જોવામાં આવ્યું નથી. તેમ કણેન્દ્રિયથી જીવ કઈ ભાષા બેલે છે? તેને કોઈએ સાંભળી નથી. ઈત્યાદિ કારણે પાંચે ઈન્દ્રિયને જે પ્રત્યક્ષ થઈ શક્યું નથી, થઈ શકતું નથી તેમ કરોડો પ્રયત્ન કર્યો પણ પ્રત્યક્ષ થવાને નથી, તેના