________________ 138 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સુષુપ્ત આત્માને જાગૃત કરવાની ભાવનાવાળે પુણ્યશાળી પુત્ર, પતિ તથા શેઠ પિતાની ખરાબ આદત, કુટેવને છોડી સત્ય માર્ગે આવવા માટે ભાગ્યશાળી બની શકે છે. ધીમે ધીમે પ્રયત્ન કરે, સત્યવાદીઓને સહવાસ કરે, તથા અસત્ય બોલનારાઓને સહવાસ સર્વથા છોડી દે તે તેના જીવનમાંથી અસત્યને અલવિદા લેતા વાર લાગે તેમ નથી. (14) પરમકિહલેસ્સસહિય:-પરમ કૃષ્ણ શ્યામય અસત્ય ભાષણ છે. જેમને આપણે છેતરવા, ઠગવા, શીશામાં ઉતારવા કે તેમની સાથે છળ, પ્રપંચ, કુડ-કપટ કરવા ધારીએ છીએ, તે કામ ધાર્યા પ્રમાણે ઘણું સરળ નથી; કેમકે–સામેવાળ ગમે તે ભેળે, ભદ્રિક, અણસમજ કે ભેટ હોય તે પણ તે કેઈનાથી ઠગાવા માંગતા નથી, તેમ છતાં સંસારના ઘણું માન, ધર્મની આડમાં, લેભ કે સ્વાર્થની આડમાં, અથવા ધાર્મિકતા કે વેષની આડમાં ઠગાય પણ છે અને તેમને ઠગનાર પણ છે. આવું કયારે બની શકશે? સૂક્ષમ બુદ્ધિને થડી કસરત કરાવીએ તે સમજાય તેવી વાત છે કે, સામેવાળાના ભદ્રિકપણાને ગેરલાભ લેનારના મનમાં અનેક પ્રકારના તર્કો, કુતકે, છળ-પ્રપંચ માટેના દાવપેચ, બલવાની ચાલાકી તેમ સામેવાળાને કઈ રીતે પછાડે, આવી ભાવના પણ જ્યારે ઉદ્ભવે છે, વધે છે અને કાર્યાન્વિત કરવાનો અવસર આવે છે તે સમયે તે જીવાત્માને