________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 153 વિરૂદ્ધ બોલવું, અથવા ધાર્મિક અનુષ્ઠાનમાં જૈનત્વ વિરૂદ્ધ વ્યવહાર કરે તે ઉસૂત્ર છે, જે નિકૃષ્ટતમ પાપ છે. (15) ઉસ્કૂલ –સંસારને સમુદ્રની અને મનુષ્યાવતારને કિનારાની ઉપમા દેવામાં આવી છે. તમામ શાસ્ત્રકારોએ પણ કહ્યું જ છે “મોક્ષનું અને સાતમી નરકનું દ્વાર મનુષ્યાવતાર છે.” મહેસાણા જકશનથી કલેલ, તારંગા, વિજાપુર, ભયણી, હારિજ, દિલહી અને અમદાવાદ, આટલા સ્થાનમાંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે. તેવી રીતે મનુષ્યને માટે પણ ચારે ગતિએના દ્વાર ઉઘાડા જ છે. ક્યાં જવું છે? તેને નિર્ણય કરનાર સંખ્યધમી અને મિથ્યાધમી બે પ્રકારનાં માનવે છે, તેમાંથી પ્રથમ માનવ પોતાના ભાગ્ય ભરોસે મળેલા સાધનમાં સંતોષ માનીને, નવા પાપોના દ્વાર બંધ કરશે અને જુના પાપને સમ્યફ ચારિત્રવડે ધેઈ નાખશે. જ્યારે બીજો માનવ તેનાથી વિપરીતરૂપે આચરણ કરશે અને પાપકર્મોને ભારે બાંધવામાં મશગુલ બનશે. પૂર્વભવના પાપ માથા ઉપર હોય અને આ ભવમાં સદ્ગુરુઓને સહવાસ કર્યો નથી તે કારણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અસત્ય બેલવાનું પાપ જોરદાર બનીને માનવના બધાય સત્કર્મો, સન્માર્ગો તથા સદ્બુદ્ધિને પણ ભ્રષ્ટ કરી નાખે છે, તેથી સ્વચ્છેદ ભાષાના પ્રવેગવાળી ઉસ્કૂલ ભાષા અસત્ય જ છે. (16) આર્ત (અહં)–શિકારી, વ્યભિચારી અને લેભાન્ય માણસનું જીવન, જાનવરને, સ્ત્રીઓને અને ગ્રાહકને