________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 157 અને સૌનું ભલું કરે તેવા શબ્દો નીકળતા નથી. માટે જ અસત્ય શબ્દનો પર્યાય વલય શબ્દ સાર્થક છે. શબ્દો ભલે જુદા રહ્યાં પણ તેનું ફળ એક જ છે, “સામેવાળાને કઈ રીતે શીશામાં ઉતાર.” . (20) ગહન–એક જમાનો હતો કે ભયંકરતમ જંગલમાં પ્રવેશ સરળ હતો, પણ તેમાંથી જીવિત પાર ઉતરવું ભલભલાના છાતીના પાટીઆ બેસાડી દે તેવી વાત હતી. એટલે કે કોઈ વિરલે માણસ જ વનમાંથી કુશળક્ષેમ બહાર નીકળી શકતે હતે. તેવી જ રીતે અસત્યાચરણ, અસત્ય ભાષણ અને અસત્ય વ્યવહાર જ્યારે પણ માનવના જીવનમાં પ્રવેશ કરે છે, તે સમયે તેની અસર દેખાતી ન હોય તે પણ હડકાયા કૂતરાની જેમ તેની અસર જોર કરે છે અને જીવનને અણુઅણુ અસત્યમય બને છે, ત્યારે તેને અસત્યના ગહન વનમાંથી બહાર નીકળવું અતીવ કઠણ બને છે. આજે પણ હજારે માણસોને આપણે જોઈ રહ્યાં છીએ કે તેઓ કૂતરાઓને જેટલા નાખશે, કબૂતરને ચણ આપશે, પણ અસત્ય જીવન, બેટી સાક્ષી, બીજાઓની વાતને ચગાવી ચગાવી જાહેર કરવાની આદત, પરપ્રપંચ અને નિરર્થક ગપ્પા મારવાને શેખ આદિ પાપમાંથી છુટકારો પામ તેમના માટે બહુ મુશ્કેલ છે. આ માણસ ધર્માદા ખાતાને ટ્રસ્ટી બને કે કથિત ધર્મને આગ્રહ રાખે તે પણ પોતાની આદતને છોડી શકવા માટે સમર્થ બની શકતું નથી. માટે જ અસત્યને પર્યાય ગહન શબ્દ બનવા પામે છે. -