________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 155 છે. વિવેકાનન્દ સ્વામીજીને કેઈએ પૂછયું કે, તમારા ભારતમાં મોટો દોષ ? જવાબમાં તેમણે કહ્યું, તે આ પ્રમાણે સામેવાળાને માર ખવડાવો હેય, પીછે હઠ કરાવવી હોય, અથવા તેમની બોલતી બંધ કરાવવી હોય તે, તેમાં વ્યભિચાર પાપની કલ્પના કરીને સમાજમાં પ્રસારિત કરી દે” એટલે તેમ થતાં તેનું પાણી ઉતરી જતાં વાર લાગવાની નથી, આ છે અભ્યાખ્યાન દોષની તાકાત. થેડા આગળ વધીએ, આ દોષના માલિકેના મસ્તિષ્ક પ્રવૃતિ વિનાના, કામ ધંધા વિનાના, સ્વાધ્યાયાદિ વિનાના અને પરોપકારાદિ વિનાના હેવાથી, બીજાના જીવનમાં ક્યા ક્યા દોષ છે? તેમની પાસે કણ કણ આવે છે, તેઓ પોતે કેની પાસે ઉભા રહી વાત કરી રહ્યાં છે, ઈત્યાદિ અસદ્દભૂત દેની કલ્પના કરવામાં જ તેમની જીન્દગી પૂર્ણ થાય છે. (18) કિબિશ-પ્રાણાતિપાત હેતુત્વાત્ –પાપી જીવન પિતાની લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરવા ન પામે, ત્યાં સુધી જીવાત્માને ખાસ વાંધો આવતો નથી. અન્યથા ખૂબ જ વધી ગયું કે વધારી દીધેલું અસત્યાચરણ માનવને તેવી કક્ષામાં મૂકી દે છે કે, જ્યાંથી પાછું વળવું લગભગ કષ્ટસાધ્ય જ હોય છે. આવી સ્થિતિમાં તેમની માનસિક, વાચિક, કાયિક અને આધ્યાત્મિક શક્તિઓ ઉપર કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, અને કાત લેશ્યાના પડછાયા પડ્યા વિના રહેવાના નથી. પરિણામે પ્રાણાતિપાત એટલે કે, પિતાની સામે પડેલાને જે રીતે થાય તે રીતે અધમુઓ, કે હાથ પગ ભાંગી નાખવા કે ગુંડાઓ