________________ 152 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હશે તે જંકશન જેવા મનુષ્યાવતારમાં સત્ય ધર્મની પ્રતિષ્ઠા કરશે અને યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બનશે, જેથી સંસારના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અમર થશે. એક અનુભવી મહાપુરૂષ તે ત્યાં સુધી કહી ગયું છે કે, અમર બનવા માટે આરસ પત્થર ઉપર નામ દાવવાની આવશ્યકતા નથી કે લાખ રૂપીઆ ખર્ચવાની પણ જરૂરત નથી, પરંતુ સંસારના હૈયામાં તમારું સત્ય જીવન જ તમને અમર બનાવનાર છે. આ બધાય કારણોને લઈ અવિશ્વાસનું મૌલિક કારણ અસત્ય છે. (14) ઉસૂત્ર:-વિરૂદ્ધ અર્થવાળી ભાષા બેલવી તે અસત્ય ભાષા છે. પિતાના દેને છુપાવવા માટે, વાકપ્રગ કરે તે ઉચ્છન્ન છે, કેમકે –લેકમાં નિન્દનીય બને, શાસ્ત્રથી વિરૂદ્ધ કાંઈક બેલાય અને આચરણ કરવા જેવું ન હોય તેનું આચરણ કરવામાં આવ્યું હોય, તેવા પ્રસંગે તે બધીય વાતને છુપાવવા માટે માનવ અસત્ય ભાષણ કરીને જ પ્રયત્ન કરતા હોય છે. ઉસૂત્રને અર્થ અપશબ્દ પણ થાય છે, અર્થાત્ ઘરમાં જુવાન ઉમરમાં રહેલી પુત્રીઓ, પુત્રવધૂઓ, નાની ઉમરના બાળકો અને બાલિકાઓ હોય, તે સમયે ગંદા શબ્દો, ગંદી ગાળો ભાંડવી, જોર જોરથી બરાડા પાડવા તેને અપશબ્દ કહેવાય છે. પોતાની જાતને સત્યવાદી માનીને બીજાઓને માટે ખરાબ અપમાનજનક શબ્દો બોલવામાં અસત્યને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. અહિંસા, સંયમ અને ધર્મ ઉત્કૃષ્ટ ધર્મ હોવાથી તેની વિરૂદ્ધ અપલાપ કરે, શાસ્ત્ર