________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 143 કારણે ચરાચર સંસારના જીવોના કર્મોને પ્રત્યક્ષ કરનારા તીર્થંકર પરમાત્માએ કહ્યું કે–ઘણું ભવમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આદિના ગાઢ સંસ્કારને લઈ જન્મ લેનારા જીવને અસત્ય બલવાના, જૂઠી સાક્ષી દેવાના, ઘાલમેલ કરવાના, મિથ્યપદેશ દેવાના કુસંસ્કારોની પ્રાપ્તિ થવાના કારણે જ સત્યવાદી બનવાની પ્રબળ ભાવના હોવા છતાં પણ તેમ થઈ શકતું નથી અને પ્રસંગ આવ્યે પુનઃ પુનઃ અસત્યના માર્ગે પ્રયાણ કરવાની ફરજ પડે છે. માટે મૃષાવાદના સંસ્કાર અતિ નિકાચિત હોવાના કારણે જૂઠને ત્યાગ થઈ શકતા નથી અને સત્ય બેલી શકતો નથી. તેમ છતાં તે જીવાત્મા મોક્ષાભિલાષણ પુરૂષાર્થ શક્તિને વિકાસ કરે, તે ગમે તેવા કુસંસ્કારોને સમૂળ નાશ કરીને સત્યમાર્ગે પ્રસ્થાન કરવાની શકયતાને જૈનશાસને નકારી નથી. (18) અનુગતે –કેઈપણ ભવમાં સમ્યગ જ્ઞાન કે જ્ઞાનીને સહવાસ નહિ કરેલ હોવાથી આ ભવમાં પણ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનના ચક્રાવે ચડેલી વ્યક્તિને અસત્ય બલવાની, બીજાઓની ક્રૂર કે મીઠી મશ્કરી કરવાની, કૈધ તથા લેભ કરવાની આદત એટલી બધી જોરદાર પડેલી હોય છે, જેના કારણે અસત્ય બોલવાનું સરળ બને છે. જીવનમાં જ્યાં સુધી ક્રોધ, લોભ, ભય અને હાસ્યની આદત પડી છે ત્યાં સુધી અસત્યને ત્યાગ થતો નથી અને સત્ય આચરિત થતું નથી. (19) દુ૨ત-મૃષાવાદ એટલે કે વાતે વાતે નિરર્થક જૂઠ બોલવાપણું જીવનાં ઘણું ભવને બગાડનારે છે, તે