________________ 148 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આઘાત લાગે તેવી સાચી વાત પણ હિંસક હોવાથી જૂઠ છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહેવાયું છે “અમૃત, કઠોર, ચાડી કરનારી, મલિન, કલુષિત, દુષ્ટ અને પાપી ભાષા તથા સાંભળનારને ભ્રમ કરાવે તેવી ભાષા, હિંસક, ઈર્ષ્યા અને સ્વાર્થ પૂર્વક બેલાતી ભાષા ગમે તેવી સાચી હશે, તે પણ મહાવીર પ્રભુના શાસને તેને અસત્ય કહેલી હોવાથી બોલવા લાયક નથી. (6) કૂડ કપટ અવસ્તુકઃ-સામેવાળા મિત્રને, શત્રુને કે વિશ્વસ્ત માનવને ઠગવા, છેતરવાં અને ફેસલાવવા માટે, મીઠું-મરચું ભરીને વાત કરવી, તેના પર બેટા દોષ મૂકવા, કલંક લગાડવા, બીજાની સાચી વાતને છેટી કરવી, પિતાની બેટી વાતને સાચી કરવી તથા અવિદ્યમાન તત્વને કે વાતને પ્રગટ કરવી. જેમ કે, સંસારની રચના કરનાર ઇશ્વર છે, તેનું પાલન કરનાર વિષ્ણુ છે અને પ્રલય કરનાર શંકર છે, ઈત્યાદિ ભાષા બેલવી તે કૂડકપટ અવાસ્તુક ભાષા પણ અસત્ય છે. (7) નિરર્થક અને અપાર્થક –જેને ભાવ સર્વથા નિરર્થક છે, સમય વિનાને છે, કષાયોને ઉદીતિ કરાવનાર છે, સત્યથી વેગળે છે, સીંગ તથા માથા વિનાને છે, તે બધીય ભાષાઓ અસત્ય છે અને તેને બેલનારે લેભાગુ અને લબાડ હેવાથી અસત્યભાષી છે. (8) વિશ્લેષગીંણીય હૈયામાં વેર-વિરેધમય ઝેર ભરી રાખીને, ષ તથા ક્રોધપૂર્વક બેલાતી ભાષાને, મુનિરાજેએ નિન્દનીય ભાષા કહેલી હોવાથી અસત્ય ભાષા છે. ભૂતકાળ