________________ 146 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ હિંસા, જુઠ ચોરી, મૈથુન અને પરિગ્રહને છેડી શકતા ન હોવાથી તેમનું પણ જીવન નિષ્ફળ છે, માટે તેમની ભાષા પણ અલિક જ રહેવાની છે. આ કારણે અલિક શબ્દ મૃષાવાદને પર્યાય છે. જે ભાષાને પ્રવેગ કરવાથી કરવાવાળાને યશ, પ્રતિષ્ઠા, માન. મરતબો પ્રાપ્ત કરાવી ન શકે તે ભાષા ચાહે અલંકારિક હોય, મોટા મોટા વિશેષણવાળી હોય, કલેષમય હાય, દ્વિઅર્થિક હોય તે પણ શા કામની? વિચારે અને આચાર ગંદા હોય તેવા માણસોની છટાદાર ભાષા કેવળ મનોરંજન સિવાય બીજું શું કરશે? ' (2) શઠ (4) :-મૃષાવાદને આ બીજે પર્યાય છે. તેને અર્થ થાય છે લુચ્ચા, સ્વાથ, માયાવી, પ્રપંચી. આવા માણસે પિતાના સ્વાર્થને સાધવામાં, બીજાને પોતાની માયાજાળમાં ફસાવવામાં સફાઈપૂર્વક છટાદાર ભાષાને પ્રગ કરવાપૂર્વક તેઓ મૃષાવાદ સિવાય બીજી કઈ ભાષા બેલશે? માટે શઠભાવયુક્ત માનવ મૃષાવાદી છે. (3) અનાર્ય (1ળકન્ન)-જેમનાં જીવનમાં આત્મોન્નતિ, ઉચ્ચસ્તરીય જીવન કે યશ પ્રતિષ્ઠાને ખ્યાલ નથી તે અનાર્ય કહેવાય છે. જે ચાલતાં ફરતાં ગંદા શબ્દો, અસભ્ય વ્યવહાર અને ગાળી પ્રદાન કર્યા વિના રહેતા નથી. ખાવા-પીવાનું જેમને ભાન નથી, બલવા-ચાલવામાં વિવેક નથી, મૈથુન સંજ્ઞાના ગુલામ હોવાથી ગમે તે પ્રસંગે ગમે તે સ્થાને તેમને ધર્મ