________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 141 પ્રત્યે હજારો-લાખ અને કરોડે માનવે શ્રદ્ધા રાખે છે તેવા પ્રમાણભૂત માનવ જ્યારે જૂઠ બોલે છે અથવા “નરો વા કુંજરો વા' જેવી નહિ સત્ય કે નહિ જૂઠી ભાષાને પ્રગ કરે છે, ત્યારે સંસારમાં અધર્મ, પાપાચરણ અને મારકાનું વાતાવરણ જામી જતાં વાર લાગતી નથી. તેમાં પણ જ્યારે આત્મા–પરમાત્મા અને પરલેક માટે જૂઠ બેલવામાં આવે છે ત્યારે આખા સંસારમાં હિંસાના તાંડવ નૃત્ય, અસત્યની બોલબાલા, ચૌર્યકર્મ તથા મૈથુનકર્મની સમાતીત વૃદ્ધિ અને પરિગ્રહ નામને રાક્ષસ પૂર્ણતયા વિસ્તૃત થયા વિના રહેતું નથી. “આત્મા, શરીર-પરિણામી, કર્મોના કારણે પરિણામી, ચૈતન્ય સ્વરૂપ અને દ્રવ્ય નયની અપેક્ષાએ ભવાન્તર કરવાવાળે છે. રૂપ-રંગ-રસ અને સ્પર્શ વિનાને છે, માટે જ અદશ્ય છે, અસ્પૃશ્ય છે.” આવા પ્રકારની સ્થિતિ સૌને અનુભવગમ્ય હોવા છતાં પણ “આત્મા નથી, પરક નથી. હશે તે પણ ચેખા કે અંગૂઠાના પ્રમાણ જેટલું હશે. આવા પ્રકારના વચને સર્વથા અસત્ય હોવાથી ક્યારેય વિશ્વસનીય બની શકતા નથી. અર્થાન્તર અસત્ય એટલે જે વસ્તુ જેવા રૂપે છે, તેનાથી વિપરીત રૂપે માનવી, બલવી. જેમકે, હિંસા-મુંગા જીની કતલ, શરાબપાન, પરસ્ત્રીગમનમાં પાપ છે, તે પણ તેમાં ધર્મ માન અને અહિંસા-સંયમ–તપાધર્મ અને ચારિત્રધર્મ હરહાલતમાં ધર્મ છે, તે પણ તેને અધર્મ માન, તથા ગોં એટલે બીજા જીવોને ઘાત થાય, પીડા થાય તેવી ભાષા બેલવી. જેમકે-તું મરી જા, તારી આંખે ફૂટી જાય, તું