________________ 136 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે અને જેમ જેમ સત્યને પ્રકાશ તેમને સાંપડતું જાય છે તેમ તેમ તે આત્માં પિતાના મૂળ સ્વભાવમાં આવતું જાય છે, જેને આપણે સમ્યકત્વ કહીએ છીએ. આ કારણે જ સમ્યફાવની પ્રાપ્તિને મૂળ પાયે સત્ય ઉપર રહેલું છે. ત્યાર પછી સત્ય ધર્મની આરાધના કમશઃ આગળ વધતી જાય છે, તેમ તે જીવે કેવળજ્ઞાન મેળવવાના માર્ગે આગળ વધતાં વધતાં તીર્થકરે, ગણધરે કે સામાન્ય કેવળીઓ બનવા પામે છે. આવા મહાપુરૂષે જ્યારે અસત્ય વચન, અસત્ય વ્યવહાર અને અસત્ય વ્યાપારને પાપ કહે છે, તે પછી ભગવતતત્વ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા ભાગ્યશાળીઓએ અત્યંત નિંદનીય અસત્ય ભાષણનું આચરણ કેઈ કાળે પણ કરવું ન જોઈએ. કદાચ આદત પડી ગઈ હોય તે પણ જબરદસ્ત પુરૂષાર્થના બળે તે આદતને શક્તિહીન કરી લેવી જોઈએ. આનાથી અતિરિક્ત કલ્યાણ માર્ગ બીજે નથી. (13) પરપીડાકારક દ્રવ્ય અને ભાવરૂપે પીડા બે પ્રકારની છે. દ્રવ્યપીડા એટલે સામેવાળાને પ્રાયઃ કરીને મૃત્યુતુલ્ય નથી, કદાચ થતી હશે તે સાધ્ય, સુસાધ્ય અને કષ્ટસાધ્ય હાઈને બંને પક્ષે સંપ થત વાર લાગતી નથી. પરંતુ ભાવપીડા અસાધ્ય પણ હોય છે અને દુઃસાધ્ય પણ હોય છે. કોઈ પણ વ્યક્તિ ચાહતી નથી કે મારો લાડકવા પુત્ર, પતિ, જમાઈ, શેઠ અસત્યવાદી બને, જૂઠા પ્રપંચ કરનારે બને. માવડી બનવા માટે તૈયાર થયેલી સ્ત્રી હરહંમેશ પરમાત્માને પ્રાર્થના જ કરતી હોય છે કે, હે પ્રભો!