________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 137 મારો પુત્ર ગરીબ રહે, અનપઢ રહે, તે મને પરવડશે, પણ અસત્યવાદી, લબાડ, વાડિયે અને ગપ્પી બને તેવા પુત્રની માવડી બનવાને અવસર આપીશ નહિ. તેવી રીતે પિતાને પતિ જૂઠો, કે જમાઈરાજ કૂડકપટ કે પ્રપંચ કરનાર, કે શેઠ લબાડ, વિશ્વાસઘાતી તથા “અભી બેલા અભી ફેક” ન હવે જોઈએ. કેમકે અસત્યવાદી, ગેલમાલ કે પ્રપંચ કરનારા માણસથી કે તેના સહવાસથી પણ ત્રાસ તથા પીડાની બક્ષીસ મળ્યા વિના રહેતી નથી. ઘણીવાર તેવા પુત્રની માવડીએ અસહ્ય વેદનાઓને જ્યારે ભગવે છે, ત્યારે આકાશ તરફ નજર નાખીને એટલું જ કહે છે. હે પ્રભો ! આવા કુપાત્ર પુત્રના પનારે મને ક્યાં પાડી?” પિતાના માતાપિતાઓના નામે આંસુ સારતી કેઈકની પત્ની કહેતી હોય છે કે “આના કરતાં હું કુંવારી રહી હોત કે દીક્ષા લીધી હેત તે પણ મારું હિત થાત, પણ લબાડ, બેશરમ, ક્રૂર, વિશ્વાસઘાતી જેવા પતિને ગતવામાં મારા માવતરેએ ભૂલ જ ખાધી છે.” સારી રીતે દુભાયેલા ખાનદાન નેકરે પણ ખાનગીમાં કહે છે કે “મારે શેઠ પાકે ચેર, બદમાસ, લબાડ, હરામખેર, હરામજાદો અને જૂહે છે. આ પ્રમાણે સંસારના તથ્યને સારી રીતે જાણનારા તીર્થંકર પરમાત્માઓએ અસત્ય ભાષણ કરનારને સદૈવ પારકાઓને માટે પીડાકારક જ માન્યા છે અને સમવસરણમાં બિરાજમાન થઈને ડંકાની ચેટ સાથે ઉદ્દઘોષિત કર્યું કે, અસત્ય વ્યવહાર હિંસ કર્મ છે, અસત્ય ભાષણ હિંસા છે “અસત્ય વ્યાપાર હિંસાને જનક છે.”